મોરબી: આજરોજ સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી દ્વારા કારોબારી ની મિટિંગ મળી હતી જેમાં કિશોરભાઈ શુક્લા તથા કેયુરભાઈ પંડ્યા અને અમુલભાઈ જોષી તથા સમગ્ર કારોબારીના સભ્યો તેમજ ૮૦ થી વધુ સમાજના વ્યક્તિઓની હાજરીમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે પ્રશાંતભાઇ મહેતા તથા મહામંત્રી તરીકે કેયુરભાઈ પંડ્યા અને અમુલભાઇ જોષી તથા ઉપપ્રમુખ તરીકે કિશોરભાઈ પંડ્યા,દિનેશભાઈ પંડ્યા, પલાભાઈ રાવલ, અમિતભાઈ પંડ્યાની નિમણુક કરવામાં આવી હતી.
