મોરબી: સામતભાઈ જારીયાના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન
મોરબી: મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામતભાઈ આલાભાઈ જારીયા દ્વારા મોરબીની બોયઝ હોસ્ટેલના ગ્રાઉન્ડમાં તા. ૧૭ એપ્રિલથી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામતભાઈ આલાભાઈ જારીયાના પરિવાર દ્વારા ૧૭ એપ્રિલ ને બુધવાર થી ૨૩ એપ્રિલ ને મંગળવાર (હનુમાન જયંતી) સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. બોયઝ હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે યોજાનાર આ કથામાં દરરોજ બપોરે ૨ થી સાંજે ૭ વાગ્યા સુધી કથાના વક્તા પુરાણાચાર્ય શાસ્ત્રી રવીન્દ્રભાઈ જોશી (સરધાર- જૂનાગઢ) વ્યાસપીઠ પર બીરાજી મધુર સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. ૨૩ એપ્રિલે કથાના અંતિમ દિવસે સવારે ૯ થી ૧૨ દરમિયાન કથા ચાલશે. ૧૭ એપ્રિલ થી ૨૨ એપ્રિલ સુધી સાંજે ૭:૩૦ કલાકે અને ૨૩ એપ્રિલના રોજ બપોરે ૧૨-૩૦ કલાકે મોરબીના લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે પ્રસાદનું આયોજન કરાયું છે. ૧૭ એપ્રિલના રોજ સામતભાઈ જારીયાના જેલ રોડ પર આવેલા નિવાસ સ્થાનેથી પોથી યાત્રા નીકળી કથા મહોત્સવ સ્થળે પહોંચશે. કથા દરમિયાન દરરોજ ધાર્મિક પ્રસંગો ઉજવાશે. સાથે જ ૧૮ એપ્રિલે રાત્રે ૯-૧૫ કલાકે લોકસાહિત્યકાર રાજભા ગઢવીનો લોક ડાયરો યોજાશે. ૨૨ એપ્રિલના રોજ રાત્રે ૯-૧૫ કલાકે નિધિબેન ધોળકીયા, તેજશભાઈ શિશાંગીયા અને દિપકભાઈ જોષી દ્વારા શ્રીનાથજીની ઝાંખી યોજાશે