મોરબી શહેરમાં મહાનગરપાલિકા દ્વારા પાંચ જગ્યાએ સી.સી. રોડના કામો શરૂ કરાયા
મોરબી મહાનગરપાલિકાના સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખા તેની અખબાર યાદીમાં જણાવે છે કે, મોરબી શહેરમાં કેસર બાગ થી એલ.ઈ.કોલેઝ સુધી રૂ.૧.૭૬ કરોડના ખર્ચે નવા સી.સી રોડનું કામ તથા રૂ.૫૮.૦૧ લાખના ખર્ચે ક્રિષ્ના સ્કૂલ થી એસ.પી.રોડ સુધી સી.સી રોડનું કામ તથા રૂ.૫૭.૯૬ લાખના ખર્ચે ચિત્રકૂટ સોસાયટી શેરી નં-૧,૨,૩ માં સી.સી.રોડનું કામ તથા રૂ.૫૦.૫૫ લાખના ખર્ચે કેદારીયા હનુમાન થી સેન્ટમેરી ફાટક સુધી સી.સી.રોડનું કામ અને રૂ.૧૮,૬૧ લાખના ખર્ચે ચામુંડાનગર વિસ્તારમાં સી.સી. રોડના કામો શરૂ કરવામાં આવેલ છે સદર કામો પૂર્ણ થયેથી શહેરીજનોની ટ્રાફિકની સમસ્યા નિવારી શકાશે અને નવીન સુવિધા મળશે.
આ ઉપરાંત વધુમાં જણાવવાનું કે મોરબી મહાનગરપાલિકા દ્વારા ટૂંક જ સમયમાં સુપર ટોકીઝ થી ચિત્રકૂટ ટોકીઝ સુધી સી.સી.રોડ અને ગાંધી ચોક પુજારા મોબાઈલ થી ભવાની બેકરી સુધી સી.સી. રોડનું કામ ટ્રાફિકને અડચણ ન થાય તેમ શરૂ કરવામાં આવશે.
આ યોજના થી શહેરીજનોને નવીન સુવિધા મળશે અને ટ્રાફિકની સમસ્યા નિવારી શકાશે તેવી મહાનગરપાલિકાની યાદીમાં જણાવેલ છે.