મોરબી શહેરમાં ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલ ચાર ઈસમોની 1.80 કરોડની મિલકત જપ્ત કરાઈ
મોરબી: મોરબી શહેર ખાતે સને 2021 ના વર્ષમા નોંધાયેલ ગુજસીટોકના ગુનામા સંડોવાયેલ આરોપીઓની આશરે 1.80 કરોડની મિલકતો, 24 બેંક એકાઉંટમા રહેલ રોકડા રૂપીયા 12.50 લાખ રૂપિયા મોરબી પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા.
મોરબી શહેર/જીલ્લામાં ભેગા મળી સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવી એકબીજાને મદદગારી કરી ગંભીર પ્રકારના શરીર સબંધી/મિલકત સબંધી સંગઠીત ગુનાની ટોળકી દ્વારા ગંભીર પ્રકારના ગુનાઓ છેલ્લા દસ વર્ષથી આચરતા હતા આ ગુન્હાની પુર્વગામી તપાસનીશ અધીકારીઓ દ્રારા ઝીણવટભરી રીતે તપાસ કરી ગુનામા સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્ધ પડેલ પુરાવા આધારે કુલ 18 પૈકી 15 આરોપીઓ અટક કરવામા આવેલ હતા તેમજ 3 આરોપીઓ ગુજસીટોકના ગુનામાં પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતા ફરતા ફરે છે જેથી ગુનાની આગળની તપાસ ચાલુ હોય .
તેમજ મોરબીમાં ગુન્હા આચરતી ટોળકીના લીડર તથા ટોળીના સભ્યોએ તેમના તથા તેમની પત્ની, ભાઇ એમ નજીકના સગા વાલાઓના નામે આ ગુનાહીત પ્રવ્રુતી આચરી તેમાથી મેળવેલ ઉપજના આધારે પ્રાપ્ત કરેલ મિલ્કત જપ્ત (ટાંચમાં) લેવા સારૂ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એકટ-૨૦૧૫ની કલમ ૧૮ મુજબ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ.
આ ગુનામાં સંડોવાયેલ 18 આરોપીઓ તથા તેઓના પત્ની, ભાઇ નાઓના નામની મિલકત તથા બેંક એકાઉંટ અંગે રેવન્યુ વિભાગ તથા બેંક સાથે સંકલન કરી મિલકત અંગેની માહીતી મેળવી સરકાર દ્વારા મિલકત અંગે એનાલીસીસ કરવા સી.એ. (ચાર્ટડ એકાઉટન્ટ) ની નિમણૂક કરી સરકારી સી.એ. દ્વારા મિલકતનું એનાલીસીસ કરી તેઓએ તેમનો થતો અભીપ્રાય વાળો અહેવાલ અત્રે મોકલતા જે અહેવાલનું ઝીણવટભરી રીતે અભ્યાસ કરી ગુજસીટોકની કલમ 18 મુજબની સંડોવાયેલ આરોપી 18 પૈકી ચાર આરોપીઓની મિલકત જપ્ત (ટાંચ) તેમજ સંડોવાયેલ આરોપીઓના અલગ અલગ બેંકના એકાઉન્ટમાં રહેલ રોકડ રકમ જપ્ત કરવા દરખાસ્ત તૈયાર કરી સચિવ, ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગરનાઓ તરફ મોકલતા તેઓની કચેરી તરફથી આ દરખાસ્ત આધારે આરોપી (૧) ઈમરાન ઉર્ફે બોટલ હનીફભાઈ ચાનીયા, (૨) રીયાઝ રજાકભાઈ ડોસાણી, (૩) ઈરફાન અલ્લારખાભાઇ ચોચોદરા, (૪) આરીફ ગુલમહમદભાઈ મીર રહે,બધા મોરબી વાળાઓએ પોતાના તથા પોતાની પત્ની તથા ભાઈના નામે વસાવેલ કુલ-30 સ્થાવર તથા જંગમ મિલ્કત જપ્ત (ટાંચ) કરવા તેમજ અલગ અલગ બેંકોમા રહેલ 24 બેંક એકાઉંટના રોકડા રૂપિયા આશરે 12.50 લાખ જેટલી રોકડ રકમ જપ્ત કરવા હુકમ કરેલ જે ગ્રુહ વિભાગના હુકમના આધારે સુચના મુજબ ટીમ બનાવી સ્થાવર તથા જંગમ મિલકત આશરે રૂ. 1.80 કરોડની મિલકત જપ્ત કરવામા આવેલ છે.
