મોરબી: શહેરમાં ધોળા દિવસે અંજવાળા ! કોના બાપની દિવાળી
પાલિકાની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ છે તેમ છતાં દિવસે અંજવાળા કરીને બિલ કોણ ભરસે ?
એક તરફ મોરબી નગરાલિકા પાસે લાઈટ બિલ ભરવાના ફાંફાં છે ત્યારે આવી રીતે વીજ નો દૂર ઉપયોગ કેમ?
સતત વિવાદિત પાલિકા એ હવે તો હદ કરી છે પ્રજાના પૈસાનો ધુવાણો કેમ કરવો બસ રાત દિવસ બેસીને એજ વિચાર કરતી હોય તે રીતે રોડ પર સ્ટ્રીટ લાઈટો આજ સવાર ની ચાલુ છે …એક તરફ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મીડિયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રજા ને જાણ કરે છે કે પાલિકા પાસે નાણાં નથી વિકાસ ના કામ નહીં થાય જ્યારે બીજી તરફ પાલિકાને કરકસર કરીને સમય પર સ્ટ્રીટ લાઈટો બંધ કરીને પ્રજાના હિતમાં કામ કરવું જોઈએ પણ અહીં તો ઊંધું છે પાલિકાના એકપણ કર્મચારી ને પોતાની જવાબદારી પ્રામાણિકતા થી પૂર્ણ કરવી ન હોય તે રીતે ધોળા દિવસે લાઈટો ચાલુ રાખીને એ.સી વાળી ચેમ્બર્સ માં ચા ની ચૂસકી લઈને સાંજે 6 વાગ્યે ઘરે જઈને આરામ કરવો છે …આજ સવાર થી શનાળા રોડ પર નવા બસ સ્ટેન્ડ થી સરદાર બાગ સુધી તમામ સ્ટ્રીટ લાઈટો ચાલુ છે હવે આનું બિલ કોણ ભરસે ? પાલિકા પાસે જો નાણાં ન હોય તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ હોય તો કરકસર તો કરો તેવી પ્રજામાં માંગ ઉઠી છે.