Sunday, July 6, 2025

મોરબી શહેરમાં ટ્રાફિક નિયમોનુ પાલન કરાવી વાહન અકસ્માતના બનાવોમાં ઘટાડો કરવામાં સફળતા મેળવતી મોરબી ટ્રાફિક પોલીસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ રેન્જ નાઓની સુચના મુજબ પોલીસ અધિક્ષક રાહલ ત્રીપાઠીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.લગારીયા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.બી.ઠક્કર નાઓએ મોરબી શહેરમાં ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને ટ્રાફિક સુચારૂ રૂપે ચાલે તે માટે જરૂરી આયોજન કરી ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ તેમજ જીલ્લામાં વાહન અકસ્માતના બનાવોમાં ઘટાડો લાવવા જરૂરી એક્શન પ્લાન બનાવી અકસ્માતના બનાવો નિવારવા 3 E (EDUCATION, ENFORCEMENT, ENGINEERING) ને ધ્યાને લઇ કામગીરી હાથ ધરી હાઇવે રોડ ઉપર અકસ્માત સંભવિત વિસ્તારની સંયુક્ત વિઝીટ કરી અનઅધિકૃત કટ બંધ કરાવી રોડની ખામીઓ દુર કરાવવાની કાર્યવાહી કરવામાં આવેલ તેમજ હાઇવે રોડ ઉપર સાઇડ બોર્ડ, લીન્કર લાઇટ, સ્ટ્રીટ લાઇટ, કેટઆઇ, રબ્બલ સ્ટ્રીપ લગાવવાની કાર્યવાહી લગત વિભાગ સાથે સંકલન રહી કાર્યવાહી કરાવવામાં આવેલ તેમજ રોડ ઉપર અડચણ રૂપ પાર્ક, રોગ સાઇડ, ઓવર સ્પીડ, શીટ બેલ્ટ, હેલ્મેટ વિગેરે નિયમોનો ભંગ કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ તેમજ રોડ સેફર્ટીના સાધનો જેવા કે તાલપત્રી, રેડીયમ રીફલેકટર, બ્રેક લાઇટ વિગેરે વાહનમાં ફરજીયાત અમલ કરવા સુચના કરવામાં આવેલ.

તદઉપરાત સ્કુલો, કોલેજો, જાહેર સ્થળો, હાઇવે રોડ ઉપર તથા ગામડાઓમાં ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવેલ તેમજ જાહેર સ્થળો ઉપર ટ્રાફિક જાગૃતિને લગતા બેનરો લગાવવા, મેડીકલ ચેકઅપ કેમ્પ, પદયાત્રીઓને રેડીયમ રિફલેક્ટર લગાવવા વિગેરે પ્રવૃતિઓ હાથ ધરવામાં આવેલ તેમજ મોરબી જીલ્લામાં અવાર-નવાર ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ તેમજ હાઇવે રોડ ઉપર વધુ ગતીએ વાહન ચલાવતા ચાલકો વિરૂધ્ધ ઇન્ટરસેપ્ટર મોબાઇલ દ્રારા ઇ-ચલણ મેમો આપવામાં આવે છે.

ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ ટ્રાફિક શાખા દ્વારા સને-૨૦૨૩ ના વર્ષમાં કુલ- ૧૭૮૦૯ પાવતીઓ આપી રૂ.૩૬,૩૪,૮૦૦/- સ્થળ દંડ વસુલ કરવામાં આવેલ તેમજ એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ કુલ-૧૬૦૬ વાહન ડીટેઇન કરી રૂ.૩૩,૯૯,૯૩૩૪- આર.ટી.ઓ. કોર્ટ દંડ વસુલાત કરાવતા એમ કુલ રૂ.૧,૫૪,૩૪,૭૩૩/- દંડ વસુલાત કરવામાં આવેલ તેમજ રોગ સાઇડ/વધુ ગતીથી ચલાવતા વાહનો વિરૂધ્ધ આઇ.પી.સી કલમ-૨૭૯ મુજબ કુલ-૧૫૩ ગુના તથા અડચણ રૂપ પાર્ક કરેલ વાહનો વિરૂધ્ધ આઇ.પી.સી કલમ-૨૮૩ મુજબ કુલ-૨૧૧ ગુના રજીસ્ટર કરવામાં આવેલ તેમજ હાઇવે રોડ ઉપર વધુ ગતીએ વાહન ચલાવતા ચાલકો વિરૂધ્ધ ઇન્ટરસેપ્ટર મોબાઇલ દ્વારા કુલ-૨૨૩ ઇ-ચલણ મેમો આપવામાં આવે છે.

આમ, છેલ્લા છ માસથી સત્તત પ્રયત્નશીલ રહી ટ્રાફિક નિયમોનું પાલન કરાવી ટ્રાફિક નિયમો ભગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરાવેલ, જેના પરિણામે મોરબી જીલ્લામાં ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે- ૦૬૮૨૦૨૩ સુધીમાં ફેટલ અકસ્માતમાં-૨૯ ગુનાનો ઘટાડો થયેલ તથા કુલ અકસ્માતમાં ૨૩ ગુનાનો ઘટાડો થવા પામેલ છે અને જયારે મૃત્યુની સંખ્યામાં કુલ-૩૫ ઘટાડો લાવી લોકોની અમુલ્ય જિંદગી બચાવી વાહન અકસ્માત બનાવોમાં ઘટાડો લાવવામાં સફળતા મેળવેલ છે. આગામી સમયમાં પણ સતત પ્રયત્નશીલ રહી અકસ્માતના બનાવોમાં ઘટાડો થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવનાર છે.

પ્રજા જોગ સંદેશ:- નીચે જણાવેલ ટ્રાફીક નીયમોનુ અવશ્ય પાલન કરવા જાહેર જનતાને મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે.

* ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવવુ નહી,

“ વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો,

* હાઇવે રોડ ઉપર ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું,

*ફોર વ્હીલર ચલાવતી વખતે શીટબેલ્ટનો ઉપયોગ કરવો.

* આર.ટી.ઓ માન્ય HSRP નંબર પ્લેટ ફરજીયાત લગાવવી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર