મોરબી: મળતી માહિતી મુજબ કાલુભાઇ મુનસિંહ માવી ઉ.વ.૨૩ ધંધો.ખેતી રહે. હાલ રાજપર રોડ ફેસન સિરામિક સામે નરેન્દ્રભાઇ રાઘવજીભાઇ સુવારીયા ખેતરમા મુળ રહે. ગામ છોટી ઉતી વાસ્કેલા ફળીયા લક્ષ્મણ ફળીયા થાના ઉદયગડ તા.જી.અલીરાજપુર (M.P ) વાળાને તેની પત્નિ સાથે ઘરકામ બાબતે સામાન્ય બોલાચાલી થતા તેને મનમા લાગી આવતા પોતાની જાતે કુવામા પડી જતા પાણીમા ડુબી જતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
