મોરબી મહાસંઘ દ્વારા શિક્ષકોને બીએલઓ તરીકેની સોંપેલ કામગીરી બાબતે કલેકટરને આવેદન અપાયું
મોરબી કલેકટરે ગુરુપૂર્ણિમાના પવિત્રદિને ગુરુઓની વેદના સાંભળી યોગ્ય ઉકેલની ખાત્રી આપી
મોરબીમાં તાજેતરમાં ચૂંટણી પંચની ગાઈડલાઈન નિયમ 1.1,1.2,1.3,1.4 ની જોગવાઈ મુજબ 1.1 અંતર્ગત જે કર્મચારીઓનું નામ જે બુથમાં નામ હોય એને જ બીએલઓ તરીકેની કામગીરી સોંપવી,નિયમ મુજબ- 1.2 મુજબ અન્ય ખાતાના કર્મચારીઓને કામગીરી સોંપવી, નિયમ 1.3 મુજબ જે તે વિસ્તારમાં ફરજ બજાવતા કર્મચારીઓને કામગીરી સોંપવી આવા નિયમો હોવા છતાં શિક્ષકોને વધુને વધુ બીએલઓ તરીકેની કામગીરી સોંપેલ હોય તેમજ શિક્ષકોને સોંપેલ છે એમાં આ મુજબની વિસંગતતા હોય એ બધી વિસંગતતાઓને કલેકટર કે.બી.ઝવેરીએ વ્યવસ્થિત સાંભળી વિસંગતતાઓને દૂર કરવા લગત અધિકારીને સૂચના આપી હતી.
(૧) વર્ષોથી જે બુથમાં બીએલઓ કામ કરતા હતા એ જ બુથની કામગીરી સોંપવી.
(૨) સંવેદનશીલ બુથમાં મહિલા શિક્ષિકાની નિમણુંક ન આપવી.
(૩) બીએલઓ તરીકે તમામ વિભાગના કર્મચારીઓને સમાન રીતે કામગીરી સોંપવી.
(૪) નિવૃત્તિના બે ત્રણ વર્ષો બાકી હોય અને ગંભીર બીમારી ધરાવતા શિક્ષિકોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવી.
(૫) બીએલઓ અંગેની ચૂંટણીપંચની માર્ગદર્શિકા 1.3 મુજબ જે તે બુથમાં ફરજ બજાવતા તમામ વિભાગના કર્મચારીઓને બીએલઓ તરીકેની કામગીરી સોંપવાની જોગવાઈ હોવા છતાં મોટા ભાગના કિસ્સામાં શિક્ષકોને જ બીએલઓ તરીકેની કામગીરી સોંપેલ છે એ અન્યાયકર્તા છે.
(૬) એક શાળામાંથી છ છ સાત સાત શિક્ષકોને બીએલઓના હુકમ આવેલ હોય મિટિંગ વખતે માસ પ્રોગ્રામ વખતે શાળા અન અધ્યયન રાખવી પડે તેવી પરિસ્થિતિ ઉદ્દભવે છે તો એક શાળામાં કામ કરતા શિક્ષકો પૈકી 50% કે તેથી ઓછા શિક્ષકોના જ બીએલઓ તરીકે હુકમ કરવા. 1 ચૂંટણી પંચના નિયમ 1.2 મુજબ અન્ય ખાતાના કર્મચારીઓના ઓર્ડર કાઢવા 2 મુદ્દો લગત વિસ્તારમાં અન્ય કર્મચારી તેમજ અન્ય ઓફિસ હોવા છતાં શિક્ષકોના જ ઓર્ડર છે દાખલા તરીકે મિડલ સ્કૂલ માં 8 ય શિક્ષકો છે ત્યાં મેરિટાઇમ બોર્ડની ઓફિસ પણ છે અને રેલવે કોલોની પણ આવેલ છે, icds ની ઓફિસ આવેલ છે, મેડિકલ કોલેજ આવેલ છે,છતાં એ કર્મચારીઓના હુકમ કરવાના બદલે શિક્ષકોના જ હુકમ કરેલ છે.
(૭) એક વિસ્તારમાં એકથી વધુ સરકારી કર્મચારી હોય ત્યાં વર્ષોથી બીએલઓની કામગીરી કરતા અને કામગીરીમાંથી મુક્તિ મેળવવા માંગતા બીએલઓને મુક્તિ આપી નવા વ્યક્તિને કામગીરી સોંપવી.
(૮) નિયમ:- 1.3 મુજબ અમુક કર્મચારીનો ઓર્ડર પાડોશની શાળાનો આવેલ છે દા. ત. સરસ્વતીમાં ફરજ બજાવતા શિક્ષકનો ઓર્ડર આંબેડકર શાળાનો છે આ મુજબ તો પેલા હતું તેમાં શું વાંધો હતો?
(૯) અમુક કર્મચારીઓને આખી નોકરી પૂરી થઈ જાશે પણ હજુ સુધી બીએલઓની કામગીરી કરવાનો મોકો મળ્યો નથી તો તેઓને પણ રાષ્ટ્રીય કામગીરી કરવાનો મોકો મળે અને તેની સામે વર્ષોથી કામગીરી કરતા બીએલઓને મુક્તિ આપવી.
(૧૦) ડોર ટુ ડોર કાર્યક્રમમાં દર વખતે on-duty આપવી અને શક્ય હોય તો વેકેશનમાં આપવી અને તેની સામે પ્રાપ્ત રજા આપવી.
(૧૧) દરરોજ બીએલઓ એપમાં ભરેલ ફોર્મ ચેક કરીને Approve કરવાનું ઓફીસ દ્વારા કહેવામાં આવે છે,તો દર મહિનાના પહેલા રવિવારે બધાજ ફોર્મ મોકલી આપવામાં આવે અને BLO દ્વારા Approve કરવામાં આવે અને તે બદલ એક વળતર રજા આપવામાં આવે.
ઉપરોક્ત તમામે બાબતે યોગ્ય કરવાની કલેકટરે ખાત્રી આપી હતી.