Wednesday, July 23, 2025

મોરબી શહેરભરમાં અજવાળા પથરાયા પરંતુ બાપા સીતારામ ચોકમાં અંધારું યથાવત 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

બાપા સીતારામ ચોકમાં આવેલ સ્ટ્રીટ લાઈટોનો પોલ જોઈ રહ્યો છે સ્ટ્રીટ લાઈટની રાહ

મોરબી શહેરમાં મહાનગરપાલિકા દ્વારા શહેરના ૧૦ સર્કલ અને ચોકમાં લાઈટોથી ઝગમગતા થયા છે. પરંતુ મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી બાપા સીતારામ ચોકમાં આવેલ સ્ટ્રીટ લાઈટનો પોલ ખાલી ખમ ઉભો છે હજું સુધી સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવી નથી. જેના કારણે રાત્રીના સમયે લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેથી લોકો બાપા સીતારામ ચોકમાં અંધારામાંથી અજવાળા પાથરવા માંગ કરી રહ્યા છે.

મોરબી શહેરમાં ઠેરઠેર જગ્યાએ રોડ રસ્તા, ઉભરાતી ગટરો અને સ્ટ્રીટ લાઈટોના પ્રશ્નોનો રાફડો ફાટયો છે જેના કારણે લોકો જન આંદોલન કરવા મજબૂર બન્યા હતા અને લોકો રોડ પર ઉતરી ચક્કાજામ કરવા લાગતા મહાનગરપાલિકા હરકતમાં આવી હતી અને તાત્કાલિક રોડ રસ્તા, ગટર અને સ્ટ્રીટ લાઈટોની કામગીરી શરું કરવામાં આવી છે જેમાં મહાનગરપાલિકા દ્વારા ૨૦૦૦ સ્ટ્રીટ લાઈટોનો ઓર્ડર આપેલ છે અને ૮૦૦ જેટલી સ્ટ્રીટ લાઈટો આવતા શહેરના મુખ્ય અને મહત્વના ગણાતા ૧૦ ચોક અને અન્ય શેરી ગલીઓમાં અજવાળા પથરાયા છે. પરંતુ મોરબીના હાર્દ સમા બાપા સીતારામ ચોકમાં રાત્રીના સમયમાં અંધારું યથાવત છે. જાણે બાપા સીતારામ ચોકમાં સ્ટ્રીટ લાઈટ વગર ઉભો સ્ટ્રીટ લાઈટોનો પોલ સ્ટ્રીટ લાઈટની રાહ જોઈ રહ્યો તેવુ લાગી રહ્યુ છે. અહી સ્ટ્રીટ લાઈટના પોલ પર સ્ટ્રીટ લાઈટ ન હોવાથી વાહનચાલકોને વણાંક લેવામાં તથા ત્યાંથી પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી મહાનગરપાલિકા દ્વારા જલ્દીથી બાપા સીતારામ ચોકમાં આવેલ સ્ટ્રીટ લાઈટના પોલ પર સ્ટ્રીટ લાઈટ નાખવા લોક માંગ ઉઠી છે ત્યારે કેટલા સમયમાં મહાનગરપાલિકા દ્વારા આ પોલ પર સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવે છે તે જોવું રહ્યું.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર