Saturday, July 26, 2025

મોરબી શહેરના મધ્યમાંથી પસાર થતી મચ્છુ નદી પર શાંતિવન આશ્રમ થી વેજીટેબલ રોડને જોડતો બ્રીજ મંજુર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકાના સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખા  જણાવે છે કે, મોરબી શહેરના મધ્યમાંથી મચ્છુ નદી પસાર થાય છે જેમાં હાલ એક બ્રીજ આવન અને એક બ્રીજ જાવન માટે આવેલ છે જેથી સંપૂર્ણ મોરબીનો ટ્રાફીક આ બ્રીજ ઉપર થી જ પસાર થાય છે જેના કારણે ટ્રાફિકની ખુબજ સમસ્યા સર્જાય છે.

 

મોરબી શહેરની ટ્રાફિક સમસ્યા દુર કરવા માટે મચ્છુ નદી પર પાડાપુલની ડાઉનસ્ટ્રીમમાં બ્રીજ બનાવવા માટે DPR બનાવી સરકારમાં સાદર કરવામાં આવેલ જેના અનુસંધાને ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા રૂ.૩૯.૩૮ કરોડની સૈધ્ધાંતિક મંજુરી મળેલ છે સદર બ્રીજમાં અંદાજીત ૧૬ ગાળા અને ૧૦.૫૦ મીટરનો કેરેઝ-વે અને બન્ને બાજુ ૧.૫૦ મીટરની ફુટપાથનો સમાવેશ થયેલ છે.

ઉપરોક્ત બ્રીજ શાંતિવન આશ્રમ થી શરૂ થઇ મોરબી-૨ વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર પૂર્ણ થશે આ યોજના પૂર્ણ થતા વી.સી.પરા, લાયન્સનગર, રણછોડનગર, અમરેલીના વિસ્તારના રહીશો એવી જ રીતે મોરબી-૨ થી વિશીપરામાં આવા-જવાનો ઉપયોગ થતા ટ્રાફીક સમસ્યા નિવારી શકાશે આમ આ યોજના થી શહેરી જનોને નવીન સુવિધા મળશે તેવી મહાનગરપાલિકાની યાદીમાં જણાવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર