મોરબી શહેરમાં જીલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા સિંદુર રેલી યોજાઇ
ભારતીય સેનાના વિર જવાનો દ્વારા આતંકવાદીઓને ઝડબા તોડ જવાબ આપલ તે બદલે તેમના શોર્ય અને પરાક્રમને બિરદાવવા માટે આજે મોરબી જીલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ ભાવનાબેન કૈલાના અધ્યક્ષ સ્થાને મોરબી શહેરમાં સિંદુર રેલી યોજી હતી.
જેમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, તેમજ મહિલા મોરચાની જિલ્લાની સમસ્ત ટીમ તાલુકા મહિલા મોરચાના પ્રમુખ શહેર મહિલા મોરચાના પ્રમુખ તેમજ સમાજના આગેવાન બહેનો સાથે જોડાઈ અંદાજિત આ કાર્યક્રમમાં 150 જેટલી મહિલાઓએ પોતાના હાથમાં સિંદૂર યાત્રાના પ્લે કાર્ડ તથા સિંદુર અને દીપ પ્રાગટ્ય કરી મોરબી નગર દરવાજાના ચોકથી મહાનગરપાલિકા સુધી ભવ્ય રેલીનું યોજી હતી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી કાર્યક્રમ પૂર્ણાહુતિ કરાઈ હતી.