મોરબી શહેરમાં આમ આદમી પાર્ટીને મળતો બહોળો પ્રતિસાદ; 100 થી વધુ યુવાનો પાર્ટીમાં જોડાયા
મોરબી: છેલ્લા ઘણા સમય થી આમ આદમી પાર્ટીની મોરબી જિલ્લા ટીમ દ્વારા મોરબીના અલગ અલગ દરેક વિસ્તારોની મુલાકાત લઈ ત્યાના રહીશોની સમસ્યાઓ જાણી ત્વરિત ધોરણે એમના સમાધાન થાય એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તેનાથી પ્રેરીત થઈ લોકો પણ હવે જાગૃત બની રહ્યા છે. આવી કામની રાજનીતિથી પ્રેરાઈને મોરબી રાજનગર વિસ્તાર તેમજ સમા કાંઠે ઉમા ટાઉનશીપના આસપાસના વિસ્તાર માંથી ૧૦૦ થી વધુ યુવાનો આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા તેમજ જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલના વરદ હસ્તે ખેસ પહેરી આમ આદમી પાર્ટીમાં જોડાયા. આવનારા સમયમાં હજુ પણ મોટી સંખ્યામાં યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાશે.