Saturday, July 27, 2024

મોરબી: શેર બજારમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપી પાંચ શખ્સોએ વૃદ્ધ પાસેથી રૂ. 34.40 લાખ રૂપિયા પડાવ્યા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં વૃદ્ધને આરોપીઓએ નિર્મલ બેંગ સિક્યુરિટી લિમીટેડના હોદેદારો તરીકેની ઓળખ આપી શેર બજારમાં રોકાણ કરો તો તમને તમરા રોકાણના ડબલ રૂપિયા મળશે તેમ કહી વૃદ્ધને લોભામણી લાલચ આપી વિશ્વાસમાં લઈ ઓનલાઇન/ગુગલ પે ટ્રાન્જેકશન દ્વારા રૂપીયા ૩૪૪૦૧૭૯ મેળવી પાંચે શખ્સોએ વૃદ્ધ સાથે વિશ્વાસઘાત કરી રૂપિયા પડાવ્યા હતા જેથી આ બનાવ અંગે ભોગ બનનાર વૃદ્ધે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં “ગજાનન” વાઘપરા શેરી નં -૧૦મા રહેતા હીંમાશુભાઈ બળવંતભાઈ પંડ્યા (ઉ.વ.૫૦) એ આરોપી રીયા શર્મા, આર. પી. સીંગ , જ્ઞાનેન્દ્ર ભારદ્વાજ, ઓમ કશ્યપ તથા અમિતભાઈ અગ્રવાલ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૩-૦૫-૨૦૨૧ થી ૧૭-૧૦-૨૦૨૧ ના સમયગાળા દરમિયાન ફરીયાદીને આરોપીએ પોતે નિર્મલ બેંગ સીકયુરીટી લીમીટેડના હોદેદાર તરીકેની ઓળખ આપી શેર બજારમાં રોકાણ કરો તો તમને તમારા રોકાણના એકના ડબલ રૂપીયા મળશે તેમ કહી ફરીયાદીને લોભામણી લાલચ આપતા ફરીયાદી વિશ્વાસમાં આવી આરોપીએ એકાઉન્ટમાં ઓનલાઇન ડીમેટ એકાઉન્ટ ખોલવા રૂપીયા ૫૦૦૦૦૦/- ડીપોજીટ પેટે જમા કરાવેલ બાદ આરોપી બીજા સાથે સંપર્ક કરાવતા આરોપી આર.પી. સીંગે ત્રણ મહિનામાં રૂપીયા ડબલ થઇ જાશે તેમ કહી બે અલગ અલગ એકાઉન્ટમાં જણાવ્યા રૂપીયા જમા કરાવવા કહેતા ફરીયાદીએ કટકે કટકે રૂપીયા અલગ એકાઉન્ટમા તેમજ ઓનલાઇન ગુગલ પે ટ્રાન્જેકશન દ્વારા કુલ રૂ. ૩૪૪૦૧૭૯ મેળવી લીધા હતા અને ફરીયાદીને એક પણ રૂપિયાનું વળતર આપ્યું ન હોતું અને ફરીયાદી સાથે છેતરપીંડી કરી હતી જેથી આ બનાવ અંગે ભોગ બનનાર હીંમાશુભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૪૦૬,૪૨૦,૧૧૪ તથા ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ -૬૬(ડી) મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર