મોરબી: લાયન્સ ઇન્ટરનેશનલ લાયન્સ કલબ મોરબી પરિવાર દ્વારા તળાજા સ્થિત અષ્ટાંગ આયુર્વેદ ધામનાં જાણીતા આયુર્વેદાચાર્ય મહેન્દ્રસિંહ સરવૈયાનાં અધ્યક્ષ સ્થાને ત્રિવેણી સંગમ રૂપ ત્રિવિધ આયુર્વેદ કથા,રાષ્ટ્ર કથા ગૌ કથાનું પ્રેરક આયોજન કરાયેલ. આ પ્રસંગે મોરબી સહિત આજુબાજુ થી બહોળી સંખ્યામાં લોકો મોડી રાત્રિ સુધી રસ ભેર માહત્મ્ય સહિત આ અનોખી આયુર્વેદ કથાનો લાભ લીધેલ.
કથાનાં શુભારંભ સમયે દીપ પ્રાગટ્ય બાદ શાસ્ત્રોક્ત મંત્રોચાર અને ભગવાન ધનવંતરીનાં જયઘોષ સાથે કથાનો શુભારંભ કરાયેલ.
આ પ્રસંગે પ્રસંગોચિત પ્રવચન માં લાયન્સ ઇન્ટરનેશનલનાં સૌરાષ્ટ્ર કચ્છનાં પ્રથમ વાઈસ ગવર્નર લાયન રમેશ રૂપાલાએ સંસ્થાનાં પરિચય સાથે ઝોન ત્રણમાં સમાવિષ્ટ દરેક લાયન્સ ક્લબના સેવાકાર્યો અને વિવિધ લક્ષી પ્રોજેક્ટ અંગે માહિતી આપેલ. તો બગથળા નકળંગ ધામનાં મહંત દામજી ભગત દ્વારા પ્રસંગોચિત આશીર્વચન સાથે આયુર્વેદ કથાનાં પ્રેરક આયોજન બદલ આયોજકોને અભિનંદન આપેલ.તેમજ લાયન્સ પરિવાર વતી ભીખાભાઈ લોરિયા, રમેશભાઈ રૂપાલા, ટી.સી. ફૂલતરિયા અને ટીમ લાયન્સ ક્લબ મોરબી પરિવાર દ્વારા વૈદ મહેન્દ્રસિંહ સરવૈયાનાં સ્વાગત અભિવાદન સાથે નકળંગ મંદિરનાં મહંત દામજી ભગત સહિત જાણીતા પ્રકૃતિપ્રેમી પ્રાણજીવણ ભાઈ કુંડારિયાનું પણ વ્યક્તિ વિશેષ સન્માન કરાયેલ.
સંસ્કૃતનાં જાણીતા શ્લોક સાથે ભગવાન ધનવંતરીને સ્તુતિ વંદના સાથે અષ્ટાંગ આયુર્વેદ કથાનાં વૈદ મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા શુભારંભ કરતા સૌ પ્રથમ વાત,પી અને કફ ને વિવિધ રોગ નાં જનક ગણાવી તે અંગે આહાર, વિહાર, નિયમ સાથે શુધ્ધ સાત્વિક નિરામય જીવન માટે ભારતીય સંસ્કૃતિનાં આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ અને તેના માહત્મ્ય અંગે જાણીતા વૈદ રાજ હોય કે રાવણનાં વૈદ સુશન થી લઇ પ્રાચીન અર્વાચીન ઋષિ મુનિઓ દ્વારા આયુર્વેદ ચિકિત્સાનાં મહત્વ અંગે જાણકારી વચે આજે પશ્ચિમનાં દેશો દ્વારા આયુર્વેદનાં મહત્વ સમજી આયુર્વેદ તરફ પાછા વળી રહ્યા છે. ત્યારે આ અંગે જરૂરી જનજાગૃતિ અભિયાનનાં ભાગ રૂપે મોરબી ખાતે તળાજા ભાવનગરનાં જાણીતા આયુર્વેદાચાર્ય ડો .મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા ડાયાબિટીસ,કેન્સર, હાય પર ટેન્શન, સ્ટ્રોક, બ્રેન સ્ટ્રોમ, એટેકથી લઇ વિવિધ રોગ સામે આયુર્વેદમાં ઉપાય અંગે માહિતી આપતા વિશેષ કહે સૌરાષ્ટ્રમા પાન માવાનાં વ્યસનનાં કારણે કેન્સરનું પ્રમાણ ભય જનક રીતે વધી રહ્યું હોય ત્યારે પાન,બીડી, તંબાકુ સહિત વ્યસન થી દુર રહેવા અનુરોધ કરેલ તેમજ રસાયણ યુક્ત ખોરાકની જગ્યા એ ઓર્ગેનિક ધાન્ય,શાકભાજી અને ગાયનાં દૂધની વિશેષતા સાથે વૈશ્વિક કક્ષાએ આયુર્વેદનાં વધતાં વ્યાપ વચ્ચે આઓ સૌ આયુર્વેદ તરફ એક ડગલું આગળ વધીનાં નાદ સાથે સૌને વ્યાસ પીઠ પરથી વ્યસન મુક્તિ અને સ્વસ્થ ભારત સ્વચ્છ ભારત ,સ્વચ્છ સ્વાથ્ય મોરબી મંત્ર નાં શપથ સાથે વિવિધ રોગ સામે ચેતવણી આહાર,વિહાર ખોરાક થી લઇ નિરામય જીવન અંગે રાખવાની કાળજી અંગે જ્ઞાત કરાયેલ. અને પ્રસંગોચિત જરૂરી જાણકારી આપેલ તેમજ જીવનમાં નિયમિતતા, નીતિ મત્તા ,સરલ સહજ,સાદગી સભર જીવન ની ટિપ્સ આપેલ. તેમજ પ્રકૃતિ વિરૂદ્ધ જનજાગૃતિ અભિયાનમાં પ્રસંગોચિત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ. તેમજ આયોજક લાયન્સ ઇન્ટરનેશનલ લાયન્સ કલબ મોરબી પરિવાર દ્વારા કથા સ્થળે નિશુલ્ક સ્ટોલમાં આયુર્વેદિક ચીજ વસ્તુઓથી લઇ સ્વદેશી મેક ઈન ઈન્ડિયા બ્રાન્ડને અપનાવવા અનુરોધ કરાયેલ. તો સ્ટોલ ધારકો દ્વારા પણ ગ્રાહકોનાં ખૂબ સારા પ્રતિસાદ મળેલ હોવાનુ જણાવેલ.
મોરબીનાં આંગણે આ પ્રકારે ટૂંકા સમયમાં જ પ્રેરક આયોજન સાથે લાયન રમેશ રૂપાલા અને ટીમ લાયન્સ સહિત લીઓ ક્લબ સહિત તમામ સુંદર સહયોગ આપવા બદલ આયોજક ગણ વતી આભાર વ્યક્ત કરવામાં આવેલ.
તેમજ ઉપસ્થિત તમામનાં આભાર વ્યક્ત કરી તેઓનાં નિરામય તંદુરસ્ત દીર્ઘાયુ જીવન અંગે જરૂરી જાણકારી સાથે પ્રાચીન ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ રૂપ આયુર્વેદ ચિકીત્સા પદ્ધતિ અંગે જાણકારી આપેલ.
સમગ્ર કાર્યક્રમ અંગે છેલા ઘણા દિવસ ની જહેમત વચ્ચે શાંતિ પૂર્વક વિઘ્ન વગર સારી રીતે આદર્શ જીવન અંગે શુભ કામના પાઠવેલ લાયન્સ ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ મોરબી પરિવાર આંયોજી આયુર્વેદ કથા ને સફળ બનાવવા લાયન્સ ઇન્ટરનેશનલ, ડિષ્ટ્રીકટ 3232 જે.(સૌરાષ્ટ્ર કચ્છ) નાં પ્રથમ વાઈસ ગવર્નર ઇલે. રમેશ રૂપાલા તેમજ લાયન્સ મોરબી સિટીનાં પ્રમુખ લા. જગદીશભાઈકાવર, સેક્રેટરી, લા. કેશુભાઈ દેત્રોજા, ખજાનચી લા.ટી. સી.ફૂલતરિયા, પૂર્વ પ્રમુખ લા. ભીખાભાઈ લોરીયા ,લા. અમૃતલાલ સુરાણી,લા. મહાદેવભાઇ ચીખલીયા લા. મહાદેવભાઈ ઊંટ વાડિયા, લા. અમરશીભાઈ અમૃતિયા, લા. દીપકભાઈ જીવાણી, લા.જયેશ સંઘાણી, લા. ચંદુભાઈ કુંડારિયા , વાઘજીભાઇ કાશુન્દ્રા તેમજ લાયન્સ ક્લબ મોરબી મેન માંથી લાયન ડાયાભાઈ પટેલ લાયન્સ ક્લબ મોરબી નજરબાગ માંથી પૂર્વ પ્રમુખ લા. કુતુબ ગોરેયા લા. તુષારભાઈદફતરી,લા. મનીષભાઈ આદ્રોજા, તેમજ લાયન્સ નજરબાગ પ્લસ માંથી પૂર્વ પ્રમુખ લા.જનકભાઈ હીરાની લા.હિતેશભાઈ ભાવસાર ,પર્યાવરણ પ્રેમી પ્રાણજીવનભાઈ કાલરીયા , મધુશુદન ભાઈ પાઠક વગેરે લોકોએ આયુર્વેદ કથા ને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ.
ભાજપના આગેવાન અને કોંગ્રેસના ચાલું તાલુકા સદસ્ય આમ આદમી પાર્ટીમાં જોડાયા
આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા ના વાંકાનેર વિધાનસભા રૂપાવટી ગામે પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી ની આગેવાની હેઠળ એક સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોળી સમાજ અગ્રણી અને ભાજપ ના આગેવાન રણછોડભાઈ થુલેટિયા અને...
હળવદ તાલુકાના નવી જોગડ ગામે મેઇન બજારમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોએ હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન હળવદ તાલુકાના નવી જોગડ ગામે મેઇન બજારમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો ભરતભાઇ માવજીભાઇ મજેઠીયા (ઉ.વ.૪૨) રહે ગામ નવી જોગડ તા. હળવદદ,...
હળવદમા આસ્થા રોડ સ્પીનીંગ મીલ રોડ પર દાવલીયુ તરીકે ઓળખાતી સીમમાં આવેલ પોતાના ખેતરમાં દંપતી કામ કરતા હોય ત્યારે ત્રણ શખ્સો આવી અમારી જમીનમાં કેમ કામ કરો છો અહીથી નીકળી જાવ અમોએ એન.એ. કરાવેલ છે કહી દંપતીને સાથે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં...