મોરબી :- સ્કાયમોલ ખાતે સ્પ્રેનો ભાવ કહેવામાં વાર લગાડતા યુવકને માર માર્યો
મોરબીના સ્કાયમોલ ખાતે આવેલ રિલાયન્સ મોલમાં કામ કરતા ફરિયાદીને અમુક ઈસમોએ સ્પ્રેનો ભાવ કહેવામાં વાર લાગવા જેવી નજીવી બાબતે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ પર આવેલ સ્કાય મોલ ખાતે આવેલ રિલાઇન્સ માર્ટ માં કામ કરતા તેમજ નજરબાગ બોધ નગર ના રહેવાસી નરેન્દ્રભાઇ દિનેશભાઇ પરમાર સ્કાય મોલ ખાતે રિલાયન્સ માર્ટમાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય ત્યારે ગત તારીખ ૭/૮/૨૦૨૨ ના રાત્રીના સમયે અમુક ઇસમો ત્યાં આવ્યા હોઈ અને ફરિયાદીને સ્પ્રેનો ભાવ પૂછતા ત્યાં ટ્રાફિક વધુ હોવાના કારણે ફરિયાદીને તેમને જવાબ આપવામાં થોડો સમય લાગ્યો હતો. ત્યારે આ ઇસમો ઉશ્કેરાય જઈને સ્પ્રેનો ટેબલ પર ઘા કરી ગાળો આપવા લાગ્યા ત્યારે ફરિયાદી દ્વારા ગાળો આપવાની ના પાડતા ફરિયાદી નરેન્દ્રભાઈને જમણા ગાલ પર થપ્પડ મારવા લાગ્યા હતા. બાદ “હું કોણ છું તુ મને આળખેશ તુ બહાર નીકળ તને જાનથી મારી નાખવો છે.” એમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
બીજી તરફ આ જ કિસ્સામાં તારીખ ૮/૮/૨૦૨૨ એટલે કે ઘટના નાં બીજે દિવસે ફરિયાદી નરેન્દ્રભાઈના પિતા દિનેશભાઈ ઉકાભાઇ પરમાર સ્કાયમોલ ખાતે બનેલ સમગ્ર ઘટનાના સીસીટીવી જોવા માટે ગયેલ હોઈ ત્યારે પોતાના દીકરાને મારતા જોઈ તેમને આઘાત લાગ્યો હતો. ત્યારે સ્કયમોલ ખાતે જ એટેક આવી જતા તેમનું મોત નિપજ્યું હતું.