Saturday, July 27, 2024

મોરબી: સ્કાયમોલવાળી મેટરમાથી બહાર નીકળી જાજે કહી યુવક પર છ શખ્સોનો છરી વડે હુમલો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી થોડા સમય પહેલા સ્કાયમોલ ખાતે વાહન પાર્કિંગ કરવા બાબતે બબાલ થઇ હતી જે બાબતનો ખાર રાખી છ શખ્સોએ યુવક પર તેના ઘરે જઈને છરી વડે હુમલો કર્યો હતો તેમજ સ્કાયમોલવાળી મેટરમાથી બહાર નીકળી જાજે નકર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી વાવડી રોડ પંચાસર રોડ વચ્ચે ભગવતી હોલ કૈલાસપાર્કમા રહેતા હિતેષભાઇ ધર્મેન્દ્રભાઇ સાવલીયા (ઉ.વ.૨૭) એ આરોપી મચ્છો રબારી, સંજયભાઈ રબારી, દિનેશભાઇ રબારી, મહેશભાઈ રબારી, મેરે રબારી, જેઠો રબારી રહે. બધા રબારી વાસ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૦૧-૨૦૨૪ ના રોજ રાત્રીના સાડા અગિયારેક વાગ્યાની આસપાસ અગાઉ શનાળા રોડ ઉપર આવેલ સ્કાયમોલ ખાતે વાહન પાર્કીંગ કરવા બાબતે ફરીયાદીના મીત્ર દેવ સાથે આરોપીઓને માથાકુટ થયેલ હોય અને ફરીયાદી દેવ સાથે કામ કરતો હોય અને તેની સાથે અવાર નવાર ફરતો હોય જેથી આરોપીઓએ તેનો ખાર રાખી ફરીયાદીના રહેણાંક મકાન પાસે આરોપી સંજયભાઇની નંબર પ્લેટ વગર સ્વીફટ કારમાં આરોપી ચાર શખ્સો આવી જેમાં આરોપી મચ્છો ફરીયાદીને શેરીમાં બહાર બોલાવી બાદ આરોપી દિનેશભાઈએ ફરીયાદીને છરી બતાવી ફરીયાદીને મારવા દોડી તેમજ આરોપી નંબર મચ્છો, સંજયભાઈ અને મહેશભાઈએ છુટા પથ્થરો લઇ પાછળ દોડી આવી ફરીયાદી તેના ઘરમાં જતા રહેતા આરોપી ચારે શખ્સો તથા પાછળ થી આવી જતા આરોપી મેરૂ રબારી અને જેઠો રબારીએ એમ બધા સાથે મળી ફરીયાદીને ગાળો આપી અને હવે તુ સ્કાયમોલવાળી મેટરમાંથી બહાર નીકળી જાજે નહીતર જાનથી મારી નાખશુ તેવી ધમકી આપી તેમજ ફરીયાદીના ઘર બહાર શેરીમાં રાખેલ કાળા કલરનુ નંબર વગરનુ એકટીવા મોટરસાયકલ તથા લાલ કલરનુ માઇસ્ક્રો મોટરસાયકલ ઉપર છુટ્ટા પથ્થરના ઘા કરી તોડી નાખી નુકશાન કર્યું હતું. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર હિતેષભાઇએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૩૩૭,૪૨૭,૫૦૪ ,૫૦૬(૨),૧૧૪ જીપી.એક્ટ. કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર