Saturday, July 27, 2024

પ્રજાસત્તાક પર્વની અનોખી પહેલ:હળવદ તાલુકા વિકાસ અધિકારીએ ટીકરના તરવૈયાની ટીમને રેસક્યું સાધન કીટ અર્પણ કરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટીમના સભ્યો કોઇપણ પ્રકારની કુદરતી આપદામાં સ્વ-ખર્ચે ખડે પગે રહી માનવ સેવાનું ઉમદા કાર્ય કરે છે

મોરબી જિલ્લાના હળવદ તાલુક ખાતે દેવીપુર ગામે તાલુકા કક્ષાના રાષ્ટ્રીય પર્વ એવા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અન્વયે હળવદ તાલુકા વિકાસ અધિકારી મેહુલ સિંધવ દ્વારા ટીકર (રણ) ગામના તરવૈયાઓની ટીમને રેસક્યું સાધન કીટ અર્પણ કરવામાં આવી હતી.

હળવદ તાલુકાના ટીકર (રણ) ગામના ૨૦ થી ૨૨ યુવાનો દ્રારા ” માનવ સેવા એજ પ્રભુ સેવા” ના સુત્રને સાકાર કરતી એક ટીમ ગણેશબાપા તથા જિલ્લા પંચાયત-મોરબીના પુર્વ સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડીયાના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે. આ ટીમના સભ્યો કોઇપણ પ્રકારની કુદરતી આપદામાં સ્વ-ખર્ચે ખડે પગે રહી માનવ સેવાનું ઉમદા કાર્ય કરે છે. વાવાઝોડા, અતિવૃષ્ટિ, પુર, નર્મદા કેનાલમાં પડી જવાથી તણાયેલ વ્યકિતના બચાવ સહિતની કામગીરી આ ટીમ કોઇ પણ જાતના સ્વરક્ષણ વગર તેઓના જીવના જોખમે કાર્યને પાર પાડે છે. થોડા સમય અગાઉ મોરબી ખાતે બનેલ ઝુલતા પુલ દુર્ઘટનામાં પણ આ ટીમના ખંતિલા સભ્યો કોઇપણ પ્રકારની સુચનાની રાહ જોયા વગર ટીકર (રણ) થી તાત્કાલીક બનાવ સ્થળે પહોચી બચાવ કામગીરી હાથ ઘરી હતી.

આ સમગ્ર ટીમ નિસ્વાર્થ ભાવે તેઓના જાનના જોખમની પરવા કર્યા વીના તેમના પારીવારીક તમામ કામો પડતા મુકી ઘટના સ્થળે મદદ માટે દોડી જતા હોય છે. જેથી તેઓનો આ જુસ્સો જોઇ આજના અવસરે આ ટીમના સભ્યો માટે આકસ્મિક સંજોગામાં તેઓના જીવન રક્ષણને ધ્યાને લઈ હળવદ તાલુકા વિકાસ અધિકારી મેહુલ સિંધવ દ્વારા લાઇફ જેકેટ, બોયા, રોપ, હુક્સ, સેફ્ટી બેલ્ટ વગેરે જેવા આધુનિક સાધનો સાથેની રેસ્કયુ સાધનની કીટ આ ટીમના સભ્યોને દાન પેટે અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી તથા સર્વે ઉપસ્થિતોએ આ ટીમ વધુમા વધુ લોકહિત કાર્યો કરતી રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર