Sunday, July 6, 2025

મોરબી: S.O.G એક્શન મૉડમાં આવી પથિકમાં એન્ટ્રી નહીં તો લોકઅપમાં એન્ટ્રી ફાઇનલ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જિલ્લામાં આવેલ હોટલ/ગેસ્ટહાઉસમાં પથિક એપ્લીકેશનમાં એન્ટ્રી નહિ કરનાર હોટલ/ગેસ્ટહાઉસ સંચાલક વિરૂધ્ધ કાર્યવાહી કરતી એસ.ઓ.જી.ટીમ

મોરબી જિલ્લમાં મોટા પ્રમાણમાં ટાઇલ્સ ઉદ્યોગના એકમો આવેલ હોય તેમજ ઘડીયાળના મોટા ઉદ્યોગ આવેલ હોય તેમજ લઘુ ઔધોગીકમાં પણ મોરબી શહેર મોખરે છે. તથા મોરબી જિલ્લો ઉદ્યોગીક વિકાસની દ્રસ્ટીએ ખુબ જ મહત્વ ધરાવતો હોય જેથી દેશ-વિદેશો માંથી મોટા પ્રમાણમાં વેપારીઓ ટુરીસ્ટો ખરીદી કરવા માટે આવતા હોય જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે મોરબી જિલ્લામાં આવેલ તમામ હોટલો/ગેસ્ટહાઉસ ખાતે પ્રાંતારાજ્ય/દેશવિદેશીથી આવતા તમામ મુસાફરોની વિગત પથિક એપ્લીકેશનમાં હોટલના માલિક/સંચાલકે અવશ્ય એન્ટ્રી કરી અપલોડ કરવા અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી નાઓ દ્વારા પથિક એપ્લીકેશન અંગેનુ જાહેરનામુ અમલમાં હોય જે અન્વયે ટીમવર્ક થી હોટલ ચેકીંગ કરતા કનૈયા હોટલ એન્ડ ગેસ્ટ હાઉસના મેનેજરએ પથિક એપ્લીકેશનમાં એન્ટ્રી નહી કરી જાહેરનામાનો ભંગ કરતા મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી

જાહેરનામા અંગેની અમલવારી હજુ કડક રીતે કરવામાં આવશે જેથી આ બાબતે પથિક એપ્લીકેશનનો મોરબી જિલ્લામાં આવેલ તમામ હોટલ/ગેસ્ટહાઉસ સંચાલકોએ ફરજીયાત પણે એન્ટ્રી કરવાની રહેશે. તેમજ આ બાબતે માર્ગદર્શન માટે ઓફીસ નં-૨૦૬, એસ.ઓ.જી.શાખા, પોલીસ અધિક્ષક, મોરબીની કચેરી, શોભેશ્વર રોડ, મોરબી ખાતે સંપર્ક કરવા એસ.ઓ.જી ખાતાએ જણાવ્યું હતું

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર