મોરબી : મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર લખધીરપુર જવાના રસ્તા પાસે સીરામીક પ્લાઝા -૦૨ મા આવેલ પ્રથમ માળે શોપ નં -૧૫,૧૬,૧૭ ઓરલા સ્પા મસાજ સેન્ટરમાંથી દેહ વ્યાપાર પ્રવૃતિ ઝડપાઈ છે. મોરબી એલસીબી પોલીસે દરોડા પાડી એક આરોપીને ઝડપી પાડયો છે. જ્યારે સ્પા માલિક સહિત ત્રણ શખ્સોએ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર લખધીરપુર જવાના રસ્તા પાસે સીરામીક પ્લાઝા -૦૨ મા આવેલ પ્રથમ માળે શોપ નં -૧૫,૧૬,૧૭ ઓરલા સ્પા મસાજ સેન્ટરમાંથી દેહ વ્યાપાર પ્રવૃતિ ઝડપાઈ છે. જેમાં આરોપી સ્પામાલીક જાહીદશા હુશેનશા શામદાર રહે. તરઘરીતા.માળીયા, તથા સ્પા સંચાલક ઇરફાનભાઇ બસીરભાઇ સીંધીરહે. મોરબીવાળાએ પોતાના કબજા ભોગવટા વાળા ઓરલા સ્પામાં આરોપી જાનીસાર ફકીરભાઈ મીરને મદદ માટે રાખી ગેરકાયદેસર રીતે દેહવ્યપારના લાયસન્સ વગર બહારથી મહિલાઓને બોલાવી સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીરસુખ માણવા માટે સાધન/સગવડો પુરી પાડી ગુનામાં એકબીજાને મદદગારી કરી કુટણખાનું ચલાવી રેઇડ દરમયાન રોકડ રૂ.૪૫૦૦/- તથા મોબાઇલ નંગ-૦૧કિં.રૂ.૫,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.૯,૫૦૦/- સાથે રેઇડ દરમ્યાન આરોપી જાનીસાર ફકીરભાઈ મીર રહે. મોરબીવાળો હાજર મળી આવતા તેને ઝડપી પાડયો હતો તેમજ આરોપી જાહીદશા હુશેનશા શામદાર રહે. તરઘરીતા.માળીયા, તથા ઇરફાનભાઇ બસીરભાઇ સીંધીરહે. મોરબીવાળો હાજર નહી મળી આવતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બી પાર્ટ ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શ૭ન એકટની ૧૯૫૬ની કલમ ૩(૧),૪, ૫(૧)(એ), ૫(૧)(ડી), ૬(૧)(બી), મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આજ રોજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા ખેડૂતોને સાથે રાખીને ખેડૂતો સાથે થતી કળદા પ્રથા બંધ કરાવવા માટે તેમજ યાર્ડની અંદર ખેડૂતોનું શોષણ બંધ કરાવવા તેમજ બોટાદની અંદર ખેડૂત મહાપંચાયત સમયે જે ખેડૂતો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરીને અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો તેમનો સખત વિરોધ નોંધાવ્યો. સાથે...
ચોરી અને લૂંટના બે ગુનાનો ભેદ ઉકેલી આરોપી પાસેથી કાર, મોટરસાયકલ, રોકડ અને હથિયાર કબજે કર્યા
મોરબી શહેરમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી છરીની અણીએ રૂપિયાની લૂંટ કરનાર અને નવાડેલા રોડ પરથી મોટરસાયકલ ચોરી કરનાર રીઢા આરોપીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી રાજકોટનો...
મોરબી શહેરમાં આવેલ વજેપર શેરી નં-૧૩ જાહેરમાં ગોળ કુંડાળું કરીને તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ ઇસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વજેપર શેરી નં-૧૩ માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા...