Wednesday, July 16, 2025

મોરબી એસટી ડેપોને નવા 37 કંડકટરની ફાળવણી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રાજયમાં એસટી નિગમે તાજેતરમાં જ ૨૩૦૦ જેટલા નવા કંડકટરોની ભરતી કરી છે અને રાજયનાં જુદા જુદા ડિવિઝનોને ડેપો વાઈઝ ફાળવણી કરી દીધી છે.

આ તમામ નવા કંડકટરોની ટ્રેનિંગ પણ આજથી રાજકોટ ખાતે શરૂ કરી દેવામાં આવી છે. જેમાં મોરબી ડેપોને ૩૭ નવા કંડકટર ફાળવવામાં આવેલ છે ત્યારે હવે મોરબી ડેપોમાં કેવી રીતે વહીવટ કરવામાં આવશે તેમજ ડેપોને ૩૭ નવા કંડકટર આપવામાં આવ્યા છે ત્યારે હવે કેટલા નવા રૂટ ચાલુ કરશે અને કેટલા નવા વિદ્યાર્થી રૂટો સંચાલનમાં લેશે તેમજ કેટલા રૂટ પર નવી નાઈટો આપશે તે જોવું રહ્યું. આજ સુધી મોરબી એસટી ડેપોના મેનેજર કંડકટરની ઘટ છે તેવું કહીને વિદ્યાર્થીઓ તથા લોકોને સમજાવી દેતા અને અનેક રૂટો કેન્સલ કરવામાં આવતા હતા ત્યારે હવે કેવી રીતે સંચાલન કરવામાં આવે છે તે આગામી સમયમાં જોવું રહ્યું.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર