મોરબી સબ જેલ મોરબી ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા જેલ સુધારાત્મક વહિવટ ની કચેરી (ગુજરાત રાજ્ય) ના સહયોગ થી નવ ચેતના યોગ શિબિર અંતર્ગત મોરબી સબ જેલ માં તા. ૦૨/૧૦/૨૩(ગાંધી જયંતિ) થી ૩૧/૧૦/૨૩ (સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ) સુધી સબ જેલના સ્ટાફ તેમજ બંદીવાન ભાઈઓ અને બેહનોને યોગ તાલીમ તેમજ યોગ દ્વારા જીવનમાં કાયદા ની સમજ યોગ ટીચર જીજ્ઞેશભાઈ પંડિત, દિલીપભાઈ કંજારિયા, માધવીબેન વડાવીયા, શ્રુતિબેન વડાવીયા, યોગ કોચ રૂપલબેન શાહ, અંજનાબેન કાસુંદ્રા, પાયલબેન લોરિયા તેમજ કોર્ડિનેટર વાલજીભાઈ ડાભીએ સહયોગ આપેલ છે.
એક માસ ના યોગ તાલીમ પ્રોગ્રામ ને સફળ બનાવવા જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તથા જેલર પી.એમ.ચાવડા અને જેલ સ્ટાફનો પૂરો સહકાર રહેલ હતો. અને જેલ સ્ટાફ તેમજ બંદીવાન ભાઈઓ, બહેનો એ ઉત્સાહ સાથે ભાગ લીધેલ હતો.
મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર રાણેકપર ગામના પાટીયા પાસે હિમાલયા પ્લાજા કોમ્પલેક્ષમા આવેલ “સ્પર્શ સ્પા એન્ડ સલુન" બોડી મસાજ સ્પાની આડમાં ચાલતું કુટણખાનુ મોરબી AHTU ટીમે શોધી કાઢી એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે.
મોરબી AHTU ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે “ નેશનલ હાઇવે રોડ ઉપર રાણેકપર ગામના પાટીયા...