મોરબી: મોરબી સબ જેલ ખાતે ઇન્ટરનેશનલ પ્રિઝનર જસ્ટિસ ડે,ની ઉજવણી નિમીત્તે જેલમાં રહેલ બંદિવાનો માટે જીલ્લા કાનૂની સેવા સમિતિ મોરબી દ્રારા બંદિવાનોના અધિકાર તેમજ કાનૂની જાગૃતિ અર્થે કાર્યક્રમ યોજાયો હતો. તેમજ બંદિવાનોનુ સ્વાસ્થ્ય સારુ રહે તે માટે મેડીકલ કેમ્પનુ આયોજન કરવામાં આવેલ હતુ.
આ કાર્યક્રમના આયોજન માટે ડી.એલ.એસ.એ ના પેનલ ચીફ એડવોકેટ શબાનાબેન ખોખર તેમજ સિવિલ હોસ્પિટલ ના ડૉ. હિતેશભાઇ બદરાનાઓએ શિબિરમાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવેલ હતો. સાથે જેલ અધિકક્ષકએ જી દેસાઈ તથા જેલર પી.એમ. ચાવડાએ તથા સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા માટે જેહમત ઉઠાવેલ હતી.
