મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અને ટીડીઓની સૂઝબૂઝથી શિક્ષકોને મળ્યા સેલેરી પેકેજના અઢળક લાભો
મોરબી તાલુકાની જુદી જુદી સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોના પગાર દર મહિને નિયમિત રીતે બેંકમાં થાય છે, છેલ્લા થોડા સમયથી જુદી જુદી બેંકો દ્વારા સેલેરી એકાઉન્ટ માટે મળતા લાભોની જુદી જુદી સ્કીમ અને પેકેજ આવી રહ્યા હતા ત્યારે મોરબી તાલુકાના યુવા પ્રમુખ અશોકભાઈ દેસાઈ અને તાલુકા વિકાસ અધિકારી પી.એસ. ડાંગરની સૂઝબૂઝ અને કુનેહથી શિક્ષકોને સેલેરી એકાઉન્ટ માટેના પેકેજના અઢળક લાભો પ્રાપ્ત થયા.
મોરબી તાલુકા પંચાયત ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિપાબેન બોડા તેમજ શિક્ષકોના તમામ સંગઠનના હોદેદારો અને બેંકના અધિકારીઓની એક મીટીંગ રાખવામાં આવી જેમાં સૌની ઉપસ્થિતિમાં બેંકના અધિકારીઓએ પોત પોતાની સ્કીમ, પેકેજની રજુઆત કરી સમજૂતી આપી હતી જે પૈકી આ મુજબના સૌથી વધુ લાભો જે બેંકે આપ્યા એ બેંકમાં સેલેરી એકાઉન્ટ ઓપન કરવાનું સર્વાનુમતે નક્કી કરી એમ.ઓ.યુ.કરાયા.
(1)આકસ્મિક મૃત્યુ વીમો 1 કરોડ રૂપિયા નો (ફ્રી)
2) કુદરતી મૃત્યુ વીમો 5 લાખ રૂપિયા નો (ફ્રી)
3) જે કિસ્સા માં એકાઉન્ટ હોલ્ડર નું આકસ્મિક મૃત્યુ થાય એ કિસ્સા માં બાળકોના ભણતર માટે 16 લાખ રૂપિયા સુધીની સહાય.
(4) ઝીરો બેલેન્સ એકાઉન્ટ
(5) લાઈફ ટાઈમ ફ્રી ડેબિટ / એ.ટી.એમ કાર્ડ
(6) અમર્યાદિત નિઃશુલ્ક વ્યવહાર એક્સિસ & બીજી કોઈ બી બેંકનાં ATM થી
(7) NEFT/RTGS વ્યવહારો ફ્રી ઓનલાઇન.
(8) અમર્યાદિત ડી ડી / પે ઓર્ડર / ચેક બુક.
(9) એક કરોડ રૂપિયા નું એર એકસિડેન્ટ કવર વગર ખર્ચે
(10) ત્રણ ફેમિલી મેમ્બર્સના એકાઉન્ટ ઝીરો બેલેન્સ માં ફેમિલી બેન્કિંગ પ્રોગ્રામમાં
(11) લાઈફ ટાઈમ ફ્રી ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ એકાઉન્ટ ખોલાવતી વખતે
(12) લોકર ફેસિલિટી ઉપલબ્ધ કોઈ પણ ફિક્સ ડિપોઝિટ વગર અને સ્પેશ્યિલ ડિસ્કાઉન્ટ સાથે
(13) 12 હપ્તા માફ હોમ લોન ઓફર
(14) બેસ્ટ રેટેડ મોબાઈલ એપ્લિકેશન 250 થી વધુ સર્વિસ સાથે
(15) એક્સિસ મોબાઈલ એપમાં બધીજ બેન્કના એકાઉન્ટ નંબર લિંક કરીને ટોટલ બેલેન્સ અને એકાઉન્ટ વાઇઝ બેલેન્સ જોવા માટેની વ્યવસ્થા સ્પેશિયલ મેડિક્લેઈમ ની ઓફર ફક્ત ગુજરાત રાજ્ય ના તમામ શિક્ષણ ખાતાના કર્મચારીઓ માટે ફક્ત10264 રૂપિયા વાર્ષિક પ્રીમિયમમાં 33 લાખ રૂપિયાનો મેડીક્લેમ પુરા પરિવાર માટેનો. ( 2 વ્યક્તિ + 2 બાળકો ).
ફેમિલી માંથી કોઈના પણ 65 વર્ષ ના થાય ત્યાં સુધી ઉપરોક્ત જણાવેલ પ્રીમિયમ એક સમાન પ્રીમિયમ આ બધા લાભો આપતી બેંકમાં શિક્ષકોના પગાર ખાતાં ખોલવા માટેના એમ.ઓ.યુ. કરાયા.