મોરબીના તનવીર શાહે ITI પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવી ફકીર સમાજનું ગૌરવ વધાર્યું
મોરબીના યુવા પ્રતિભાશાળી વિદ્યાર્થી તનવીર શાહ યાસીન શાહ શાહમદાર (સરગીયા) એ આઈ.ટી.આઈ. ની પરીક્ષામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને માત્ર પોતાના પરિવાર જ નહીં પરંતુ સમગ્ર મુસ્લિમ ફકીર સમાજનું ગૌરવ વધાર્યું છે.
તનવીર શાહની આ સફળતા પર મોરબી તેમજ ગુજરાત–સૌરાષ્ટ્રભરના મુસ્લિમ સમાજ અને ફકીર સમાજના આગેવાનો, સ્નેહી મિત્રો તથા શુભચિંતકો દ્વારા શુભેચ્છાઓનો ધોધ વરસાવવામાં આવી રહ્યો છે.
સમાજના આગેવાનો જણાવ્યું હતું કે તનવીર શાહ જેવા યુવા પેઢી સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે અને શિક્ષણ દ્વારા સમાજના વિકાસમાં નવી ઉંચાઈઓ સર કરી રહી છે.
સાથે સાથે સૌએ અલ્લાહ તઆલાની બારગાહમાં દુઆ કરી છે કે “અલ્લાહ પાક તનવીર શાહને વધુ ને વધુ કામયાબી આપે, તેને તંદુરસ્તી, સુખ અને સમૃદ્ધિ અતા કરે.” તેવી દુઆ ઓ આપી.