RSSના શતાબ્દી વર્ષ નિમિત્તે મોરબી તાલુકાનો વિજયાદશમી ઉત્સવ ઘુંટુ ગામે યોજાયો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના 100 વર્ષ પૂર્ણ થવા નિમિતે સંઘ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે જેમાં વિજયાદશમી નિમિતે મોરબી તાલુકાનો વિજયાદશમીનો ઉત્સવ તારીખ ઘુટુ ગામે યોજવામાં આવ્યો હતો.
જેમાં મોરબી તાલુકાના પીપળી ગામે આવેલ હરિહર આશ્રમના મહંત શરદ મુનિના આશીર્વચન મળ્યા, સાથે સાથે સંઘ ના 3 એકમ મોરબી તાલુકો, માળીયા તાલુકો, મોરબી નગરના પ્રચારક ભરતભાઇ રબારીનું બૌદ્ધિક હતું. સાથે અધિકારીમાં મોરબી તાલુકાના કાર્યવાહ અશોકભાઈ કાસુન્દ્રા ઉપસ્થિત હતા. સાથે સાથે પૂર્ણ ગણવેશ માં તરૂણ બાલ મળી ને કુલ 93 લોકો એ ઘોષ સાથે ઘુટુ ગામમાં સંચલન કાઢ્યું. કાર્યક્રમ માં અન્ય પ્રત્યાક્ષિત માં દંડયોગ અને નિયુદ્ધ નું પણ પ્રત્યાક્ષિત રહ્યું વધુ વાત કરતા બૌદ્ધિક માં સંઘ ની 100 વર્ષ ની ગાથા અને એમાં આવેલ પડકારો અને પડકારો નો સામનો કેમ કરવો અને હવે ના સમય માં સંઘ કાર્ય કેમ કરવું એ વિષય પર બૌદ્ધિક રહ્યું.