મોરબી: ટંકારા તાલુકાના સરાયા ગામની ચોકડી નજીક આખલા સાથે ભટકાતા બાઈક સવારનુ મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા વ્યક્તિને ઈજા પહોંચી હોવાનુ સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હિરાપર ગામે વાડીએ રહી ખેતમજૂરી કરતો પરપ્રાંતિય યુવક રાત્રીના સમયે બાઇકમાં પેટ્રોલ ભરાવા જતો હોય ત્યારે સરાયા ચોકડી પાસે આખલા સાથે ભટકાતા ગંભીર ઇજા પહોંચતા મોત નીપજ્યું હતું. જ્યારે સાથે રહેલા અન્ય યુવકને ઇજા પહોંચી હતિ.
