Wednesday, May 14, 2025

ઘરેથી ઝગડો થતા નીકળી ગયેલ મહિલાને સહી સલામત ઘરે પહોંચાડતી ૧૮૧ નીટીમ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ઘરે પતિ સાથે ઝગડો થતા ઘરેથી નીકળી આત્મ હત્યાનું વિચારતી મહિલાને ૧૮૧ ટીમના કુશળ કાઉન્સિલિંગ દ્વારા સલામત ઘરે પરત મોકલાઈ

મહિલાઓની મદદ માટે સતત રાત-દિવસ કાયૅરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો માટે આશીર્વાદરૂપ રહી છે.

મોરબી ૧૮૧ અભયમની ટીમને કોલ દ્વારા માહિતી મળી હતી કે એક મહિલા ઘરેથી નીકળી ગયા છે તેઓ ખૂબ જ ચિંતા માં છે અને ખૂબ જ રડે છે તેમજ પીડિતા બહેન વારંવાર એક જ શબ્દ બોલતા હતા કે મારે મરી જવું છે જે કોઈને લયને ૧૮૧અભયમના કાઉન્સેલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ જ્યોત્સનાબેન પરમાર તેમજ પાયલોટ રાજભાઈ ઘટના સ્થળે અજાણ્યા બહેનની મદદ માટે પહોંચ્યા હતા ૧૮૧ ની ટીમે પીડિતાને સમજાવ્યાં અને તેમનું કાઉન્સિલીગ કયું બહેન સાથે ૧૮૧ અભયમ ટીમે વાતચીત કરી વાતચીત કરતા જણાવ્યું હતું કે પીડિતા બહેનના આજથી પંદર વર્ષ પહેલાં તેમના લગ્ન થયા છે મહિલા તેમના પતિ બે બાળકો અને તેમના સાસુ સહિત ના પરિવાર સાથે રહે છે.તેમના પતિને કેફી દ્રવ્યનું સેવન કરવાની આદત હોય અને બહેન સાથે મારઝુડ કરતા હોય તેમજ નાની-નાની વાતે ઘરમાં રોજ બહેનને માનસિક ત્રાસ આપતા હોય તેમજ અપશબ્દો બોલતા હોય તેથી પીડિતા બહેન કંટાળી ને ઘર છોડીને કોઈને પણ જાણ કર્યા વિના ઘરની બહાર નીકળી ગયા હતાં પીડિતા બહેનને આશ્વાશન આપી તેમજ બહેનને કુશળ કાઉન્સિલિંગ દ્વારા આપઘાત કરવાના વિચારમાંથી મુક્ત કર્યા તેમજ પીડિતાએ ઘરે જવની તૈયારી દર્શાવતા પીડિતા પાસેથી તેમના પતિનો ફોન નંબર મેળવી તેમના પતિ સાથે મોબાઈલ દ્વારા વાતચીત કરી તેમના ઘરનું સરનામું જાણી ૧૮૧ અભયમ ટીમે પિડીતાની સાથે તેમના પતિને મળી ઘટનાની તમામ માહિતી આપી હતી.

ત્યારબાદ પિડિતાના પતિએ જણાવ્યું કે તેમને ખબર જ ન હતી કે બહેન ક્યાં છે તેમના પતિએ ક્યાંય પણ જાણ કરી નહોતી વધુમાં પતિએ જણાવ્યું હતું કે બહેન નાની-નાની વાતે અપશબ્દો બોલે છે તેથી ઘરમાં ઝઘડાઓ થાય છે

ત્યારબાદ અભયમની ટીમે પતિનું કાઉન્સિલીગ કરતા જણાવ્યું હતું કે મારઝુડ કરવી તે ગુનો છે સહિત ની કાયદાકીય માહિતી આપી હતી.

આમ અભયમ ટીમ દ્વારા તેના પતિ ને સલાહ સુચન અને માગૅદશૅન આપી તેમના વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું હતું અને પિડિતા મહિલાને સલામત તેમના પતિને સોંપવા બદલ ૧૮૧ ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર