મોરબી: ધ કેરલા સ્ટોરી ફિલ્મ દેખાડો પણ મહિલાઓ માટે સૌચાલય બનાવો ! સામાજિક કાર્યકર્તાની માંગ
મોરબી: છેલ્લા ઘણા સમયથી મહિલાઓને લઈને સામાજિક કાર્યકર્તા લડત આપી રહ્યા છે અવાર નવાર સૌચાલય માટે માંગણી કરી રહ્યા છે પરંતુ ભાજપ ની સરકાર મહિલાઓ ને ” ધ કેરલા સ્ટોરી ” ફિલ્મ દેખાડી ને સંતોષ માંની રહ્યા હોય તેવું લાગે છે
જી….હા…માત્ર એક ફિલ્મ દેખાડી ને સંતોષ ન માની લેવાઈ કારણ કે જો ભાજપ સરકાર ને મહિલાઓ ની સુરક્ષા ની ચિંતા હોય તો માત્ર એક નગર દરવાજા પર એક સૌચાલય બનાવી આપે કારણ કે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાઓ ખરીદી કરવા મોરબી આવે ત્યારે સૌચાલય ની ખાસ જરૂર રહેતી હોય છે અગાઉ પણ સામાજિક કાર્યકર્તા દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી હતી સૌચાલય માટે પણ ભાજપ સરકારને ફિલ્મમાં રસ છે સૌચાલયમાં નહીં ?
સામાજીક કાર્યકતા રાજુભાઈ દવે તથા જગદીશભાઇ જી. બાંભણીયા, અશોક ખરચરીયા, મુશા બ્લોચ અમો સામાજીક કાર્યકરો ની માનસર નમ્ર અરજ કે, મોરબી નહેરૂ ગેઇટ ના ચોકમાં લેડીઝ સૌચાલય દોઢ-બે લાખના ખર્ચે સોચાલય બનાવેલ પણ બંધ હાલમાં ધુળ ખાય છે. લેડીઝ ને સૌચાલયમાં જવુ હોય તો જેન્સ સોચાલયમાં જવું પડે છે અને લેડીઝ સોલચાયલની પુરી સફાઇ થતી નથી પાણીની મોટર પણ ચોરાઇ ગઇ છે સૌચાલયના બારણા પણ તુટી ગયા અને લાઇટ પણ ચોરાઇ ગઇ આવારા તત્વો સોયાલય ચાલુ થવા દેતા નથી તો મોરબી જીલ્લા ના આજુ- બાજુના ગામડાના લેડીઝો ખરીદી કરવા માટે આવે છે કેવા પુરતુ સૌચાલય બનાવ્યુ અતચાર આ સૌચાલય શોભાના ગાંઠીયા પ્રમાણે છે પુરી સાફ સફાઇ થતી નથી આ બાબતમાં મોરબી નગરપાલીકાને અનેકવાર રજુઆત કરતા હોવા છતાં ધ્યાન દેવામાં આવતું નથી એક તરફ દેશના વડા પ્રધાન ગુજરાતના મુખ્ય મંત્રી ઘર-ઘર સોચાલય નું અભ્યાન ચાલુ કરવાનો દાવો ધરાવે છે. પણ મોરબીમાં તાજેતરનો દાખલો નહેરૂ ગેઇટ ચોકમાં લેડીઝ સૌચાલય બનવામાં આવ્યુ તે સારી વાત કહેવાય પણ સફાઇના વાકે અને આવારા તત્વના વાકે દારૂડીયા અને આવારા તત્વો લેડીઝને સોચાલય માં જવા દેતા નથી. આ બાબતમાં તાત્કાલીક મોરબીના ધારા સભ્ય પોતે ઘ્યાન દઈને અંગત રસ લઈને તાત્કાલીક સૌચાલય ચાલુ કરાવવું જોઇએ કેમ ધારા સભ્યએ કહેલ કે મોરબી નગરપાલીકામાં હું હરરોજ હાજરી આપીશ અને ઘ્યાન આપીશ તો આ એક સામાન્ય ગણાતુ કામ કેમ થતુ નથી ? તો કર્મચારીઓને તાત્કાલીક આદેશ આપવા વિનંતી સહ રજુઆત અને વધુમાં કહેવાનું કે દિવસ-૮ માં જો રીઝલ્ટ ન આવે તો જે તે કચેરીના અધિકારીઓ ઉપર એકસન લીચો એવી મોરબીની જનતાની તથા સમાજીક કાર્યકરોની માંગણી છે. ગાંધી ચોકથી રવાપર રોડ ધમધમ તો એરીયા મોરબીનું નાક કહેવાય ત્યાં પણ એક પણ લેડીઝ અને જેન્ટસનું સોચાલય નથી તો ત્યાં પણ વેપારી લોકો આમ જનતા અને સામાજીક કાર્યકરોની માંગણી છે. આ અરજી મુખ્ય મંત્રીને પણ લખવામાં આવશે. તેમજ આ અરજી અગાઉ પણ મુખ્ય મંત્રને લખેલ હતી. આમ પ્રજાજનોની પણ માંગણી છે.
ઉપરોકત વિષય અને બાબતે અમો સામાજીક કાર્યકરો રાજુભાઈ દવે તથા જગદીશભાઇ જી. બાંભણીયા, અશોક ખરચરીયા, મુસાભાઇ બ્લોચ ની આમ જનતા વતી રજુઆત અને માંગણી છે.