મોરબી ટીંબડી ગામના પાટીયા પાસે કટ રસ્તો ચાલુ કરવા સાથે પોલીસકર્મીની નિમણૂંક કરવા સરપંચે પોલીસવડાને કરી રજુઆત
મોરબી માળીયા હાઈવે પર આવેલા ટીંબડી ગામના ગ્રામજનોને હાઈવે પર જવા ગામ આખાનો આંટો ફરવા જવુ પડતું હોય જેથી ગ્રામ પંચાયત સરપંચે મોરબી જિલ્લા પોલીસવડાને રજુઆત કરી બંધ કટ રસ્તો ચાલુ કરવા માંગ કરાઈ છે.
કટ બંધના કારણે ટીંબડી ગામના લોકોને મહેન્દ્રનગર સુધીનો થતો ધરમ ધક્કો ગ્રામજનો માટે માથાનો દુખાવો બની ગયેલ છે. જેથી બંધ કટમાંથી મુક્તિ અપાવવાની અરજી જિલ્લા પોલીસ વડા સુધી પહોંચી છે ટીંબડી ગ્રામજનોને બંધ કટ હોવાથી રોન્ગ સાઈડ વાહનો ચલાવવાની ફરજ પડે છે જે ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે જીવના જોખમે વાહન ચલાવતા કોઈ વ્યક્તિનો અકસ્માત સર્જાઈ તો જવાબદારી કોની ? તેવો સળગતો સવાલ પણ ઉઠવા પામ્યો છે તેમજ કટ બંધ હોવાના કારણે ખેતરે જતા ખેડૂતોને મહેન્દ્રનગર સુધી લાંબુ થવું પડે છે તદુપરાંત એક બાજુ કટ બંધ બીજું બાજુ આડેધડ ટ્રક પાર્કિંગ જો કટ બંધ ચાલુ કરી દેવાઇ અને એક ટ્રાફીક કર્મચારીની નિમણૂક કરાઈ તો ગ્રામજનોની સમસ્યા હલ થાય તેમ છે જેથી ટીંબડી ગ્રામ પંચાયત સરપંચ જ્યોત્સનાબેન ભરતભાઈ વડસોલા દ્વારા મોરબી જિલ્લા પોલીસવડાને આ અંગે રજુઆત કરીને ઘટતું કરવાની માંગ કરવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છેકે ટીંબડી ગ્રામજનોને હાઈવે પર જવા ગામના પાટીયા પાસે બંને સાઈડ આડેધડ પાર્કિંગ અને ગેરકાયદેસર ખડકી દેવામાં આવેલ દબાણોથી રોડ ક્રોસ કરવા કાંઇ દેખાતું ન હોવાથી અકસ્માતનો ભય સતાવે છે અને કટ બંધથી ગ્રામજનોને ગામ આખાનો આંટો ફરવા જવો પડે છે જેથી ટીંબડી ગ્રામજનોને સતાવતા બંને પ્રશ્નોનુ તાત્કાલિક ધોરણે હલ થાય તો સમયની બચત સાથે ઈંધણની બચત અને માથે લટકતું જીવનુ જોખમ અકસ્માત ઘટે જેવી ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ આવે તેમ છે જેથી તાત્કાલિક જિલ્લા પોલીસવડા અમારી માંગ ધ્યાને લઈને ઘટતું કરે તેવી લોકમાંગ સાથે સરપંચની ધારદાર રજુઆત ધ્યાને લેવા અનુરોધ કરાયો છે