મોરબી: ટીંબડી ગામના પાટીયા નજીક બાઈકને અજાણ્યા વાહને અડફેટે લેતા બે યુવકના મોત
મોરબી: મોરબીના ટીંબડી ગામના પાટીયા નજીક સામખીયાળીથી માટેલ જઈ રહેલા બાઈક સવાર યુવકોને અજાણ્યા વાહને હડફેટે લેતા બંન્નેના મોત નિપજ્યાં હોવાનું જાણવા મળેલ છે.
મળતી માહિતી મુજબ સામખીયાળીના મહેસાણાનગરમા રહેતા ઈશ્વરભાઈ કરશનભાઈ રાવલ તથા અમરશીભાઈ રણછોડભાઈ કોળી નામના બે યુવકો બાઇક લઇને સામખીયાળીથી માટેલધામ ખતે પુનમ ભરવા જતા હતા ત્યારે ગઈકાલે શુક્રવારે મોડી રાત્રે ૧૨:૩૦ વાગ્યાના સમયે મોરબીના ટીંબડી ગામના પાટીયા નજીક અજાણ્યા વાહને હડફેટે લેતા બંન્ને યુવકો નીચે પટકાયા હતા. આ બનાવમાં ઈશ્વરભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે અમરશીભાઈને પેટના ભાગે અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં બંન્ને યુવકોના મોત થયા હતા. અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી નાશી છુટયો હતો.
આ ઘટના અંગે જાણ થતા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને યુવકોના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.