સાતમ આઠમની રજા માણવા ગયેલા વેપારીના ઘરમાં તસ્કરોનો હાથ ફેરો
મળતી માહિતી મુજબ મોરબીના મહાવીર ચશ્માં ઘરના સંચાલક સંજયભાઈ ભોગીલાલભાઈ વોરાનું ૫ શક્તિ પ્લોટ માં ઘર આવેલ છે અને તેઓ પરિવાર સાથે આઠમના દિવસે બપોર બાદ બે દિવસ બહારગામ ગયા હતા દરમિયાન અજાણ્યા તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું હતું અને ઘરમાં રહેલ કબાટમાંથી અંદાજે ૧.૭૫ લાખ રોકડા, ૫૦,૦૦૦ ની સોનાની બુટી ઉપરાંત ૨૫ જોડી લેડીઝ કપડા અને ૧ મોબાઈલ સહિતની મત્તા ચોરી કરી ગયા છે
