મોરબીનો માથાનો દુઃખાવો બનતી ટ્રાફિક સમસ્યા:વીસી ફાટક થી મયુર બ્રીજ સુધી ટ્રાફિક જામ
મોરબી ટ્રાફિક પોલીસ ની ઢીલી નીતી અને લોકોની જાગૃતતા નાં અભાવે ઘણીવાર ટ્રાફિક જામ સર્જાતો હોઈ છે ત્યારે અત્યારે રાત્રીના સમયે વીસી ફાટક થી મયુર બ્રીજ સુધી ટ્રાફિક જામ સર્જાયો છે જેમાં અનેક લોકો આ ટ્રાફિક જામમાં ફસાયા
મોરબી શહેરના મુખ્ય માર્ગો હોય કે બાયપાસ વિસ્તારને જોડતા રોડ તમામ જગ્યાએ વાહનોના થપ્પા લાગવાનો પ્રશ્ન કાયમી રહે છે મોરબી શહેરની વાત કરી તો શકિતચોકથી નહેરુ ગેટ ચોક અને ત્યાંથી રવાપર ચોકડી સુધીનો માર્ગ, ઉમિયા સર્કલથી ગાંધી ચોક સુધીના માર્ગ, સિવિલ હોસ્પિટલથી વીસી ફાટક સુધી નટરાજ ફાટકથી વીસી ફાટક સુધી, જૂના હાઉસિંગ બોર્ડથી શકિત ચોક મોરબી શહેરના તમામ માર્ગો પર સવારે બપોરે અને સાંજે જ્યારે પણ નીકળો તમને ટ્રાફીક જામનો અનુભવ ન થાય તેવો એક દિવસ જોવા મળતો નથી
ત્યારે હાલમાં આ ટ્રાફિક જામ દિવસે ને દિવસે મોરબીનાં લોકો માટે માથાનો દુઃખાવો બની ગયો છે તેવું લાગી રહ્યું છે