મોરબી: ત્રાજપર ખારીમા તીનપત્તીનો જુગાર રમતા બે ઝડપાયાં
મોરબી: મોરબીના ત્રાજપર ખારીમા આંગણવાડી નજીક તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ખારીમા આંગણવાડી નજીક તીનપત્તીનો જુગાર રમતા આરોપી પ્રવિણભાઇ રઘાભાઇ સનુરા (રહે.ત્રાજપર ખારી આંગણવાડી પાસે મોરબી) તથા સિરાજભાઇ (રહે. મચ્છીબીટ રામકુવા પાસે ત્રાજપર ખારી, મોરબી) ને પોલીસે જુગારની રેઇડ દરમિયાન તીનપત્તીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા રોકડ રૂ. ૧૦,૨૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.