મોરબી: મોરબી હળવદ હાઈવે રોડ ઉંચી માંડેલ ગામથી આગળ લકગ્રેસ સીરામીકના કારખાનાની સામે રોડ પરથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી હળવદ હાઈવે રોડ ઉંચી માંડેલ ગામથી આગળ લકગ્રેસ સીરામીકના કારખાનાની સામે રોડ પરથી આરોપી રાજુભાઇ હેમુભાઈ ચૌહાણ (ઉ.વ.૨૯) રહે. રાતાભેર તા.હળવદ વાળાએ ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨ કિં.રૂ.૧૭૦૦ ના મુદામાલ સાથે મળી આવતા મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આજે ગણેશ ચતુર્થીના અને સંવત્સરીના પાવન અવસર પર કોર્ટ પરિસર મામલતદાર ઓફીસમાં તમામ નોટરીની હાજરીમાં મોરબી જીલ્લા નોટરી એસોસિએશનના વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં કારોબારી સભ્ય તરીકે હેતલબેન ટી. મહેશ્વરી (ધારાશાસ્ત્રી અને નોટરી) ની નિમણુંક કરવામાં આવી છે.
આજે ગણેશ ચતુર્થીના અને સંવત્સરીના પાવન અવસર પર કોર્ટ પરિસર મામલતદાર ઓફીસમાં તમામ નોટરીની હાજરીમાં મોરબી જીલ્લા નોટરી એસોસિએશનના વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં સિનિયર ધારાશાસ્ત્રી અને નોટરી જીતુભાઈ પટેલની બિન હરીફ વરણી કરવામાં આવી છે.
મોરબી જીલ્લા નોટરી એસોસિએશનના વિવિધ હોદ્દેદારોની નીમણુંક કરાઈ જેમાં પ્રમુખ તરીકે -...