Wednesday, August 6, 2025

મોરબી વાંકાનેર હાઈવે રોડ પર સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું; એક ઈસમની ધરપકડ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર રાણેકપર ગામના પાટીયા પાસે હિમાલયા પ્લાજા કોમ્પલેક્ષમા આવેલ “સ્પર્શ સ્પા એન્ડ સલુન” બોડી મસાજ સ્પાની આડમાં ચાલતું કુટણખાનુ મોરબી AHTU ટીમે શોધી કાઢી એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે.

મોરબી AHTU ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે “ નેશનલ હાઇવે રોડ ઉપર રાણેકપર ગામના પાટીયા પાસે હિમાલયા પ્લાજા કોમ્પલેક્ષમાં આવેલ ” સ્પર્શ સ્પા એન્ડ સલુન” મસાજ ના માલિક રવિન્દ્રભાઈ નવીનચંદ્ર સોલંકી તથા તેની સાથે અન્ય લોકો પોતાના કબ્જા ભોગવટાવાળા ” સ્પર્શ સ્પા એન્ડ સલુન” નામના સ્પામાં બહારથી આવેલ લલનાઓ (મહિલાઓ) પોતાના ‘સ્પર્શ સ્પા એન્ડ સલુન” માં રાખી બહારથી ગ્રાહકો બોલાવી તેઓને (બોડી મસાજ) ના ઓઠાતળે લલનાઓ સાથે શરીર સુખ માણવા માટે સવલતો પુરી પાડીને કુટણખાનું ચલાવે છે.” તેવી બાતમી હોય તે આધારે રેઇડ કરતા દેહવિક્રીયના ધંધા સાથે જોડાયેલ સ્પાના સંચાલકો અરવિંદભાઇ વશરામભાઇ દેંગડા હાલ રહે વાંકાનેર, નવાપરા, પંચાસર રોડ, વીધાતા સીરામીક સામે, મુળ રહે ખીજડીયા, તા.વાંકાનેર વાળાને પકડી પાડી તથા રવિન્દ્રભાઇ નવીન ચંદ્ર સોલંકી રહે. વાંકાનેર, સોની શેરી, દરબારગઢ રોડ, તા.વાંકાનેરવાળાસ્પાના માલિક સ્થળ પર હાજર ન મળી આવતા બંને આરોપીઓ વિરૂદ્ધ ધી ઇમ્મોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટની ૧૯૫૬ની કલમ ૩(૧), ૪, ૫(૧)(એ), ૫(૧)(ડી), ૬(૧)(બી) મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર