Saturday, September 13, 2025

મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર ડમ્પરે બાઇકને હડફેટે લેતા એકનું મોત એક ઇજાગ્રસ્ત 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર રફાળેશ્વર ગામ પાસે એપેક્ષ હોસ્પિટલ સામે રોડ ઉપર ટ્રેલર – ડમ્પરે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર યુવકને ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે પાછળ બેઠેલ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના વતની અને હાલ મોરબીના મકનસર (ગોકુળનગર) નકલંક પાર્ક સોસાયટીમાં રહેતા રવીભાઈ જગદીશભાઇ નારણીયા (ઉ.વ.૩૧) એ આરોપી ટ્રેલર – ડમ્પર રજીસ્ટર નંબર -જીજે-૩૬-ટી-૯૯૯૫ વાળાના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તેમજ સાથી ખુમાનસીંગ રાઠોડ એમ બંન્ને ફરીયાદીના હોન્ડા કંપનીનુ ડ્રીમ ડીલક્સ મોડલનું મોટરસાયકલ રજી. નં-GJ-36-AD-1070 લઇને જાંબુડીયા ગામથી મકનસર જતા હતા ત્યારે મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રફાળેશ્વર એપેક્ષ હોસ્પીટલ સામે મેઇન રોડ ઉપર પહોચતા ફરીયાદીને પાછળથી ટ્રેઇલર-ડમ્પર રજી. નં. GJ-36-T-9995 વાળુ પુરઝડપ અને બેદરકારીથી આવી ફરીયાદીને ના બાઈકને હડફેટે લેતા ફરીયાદીને શરીરે છોલછાલ કરી તેમજ ગંભીર ઇજા કરી તેમજ સાથી ખુમાનસીંગ રાઠોડને બંન્ને પગમા ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી એક્સીડન્ટ કરી નાશી ગયો હોવાની ટ્રેલર ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર