Saturday, May 17, 2025

મોરબી-વાંકાનેર હાઇવે પર આવેલ રામદેવ હોટલ/ઢાબા માંથી એક ઇસમ મેફેડ્રોન પાવડર સાથે ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકાના મોરબી-વાંકાનેર હાઈવે રોડ ગુરુક્રુપા કોમ્પલેક્ષની સામે આવેલ રામદેવ હોટેલ/ઢાબા માંથી ૬ ગ્રામ મેફેડ્રોન પાઉડર કિં રૂ. ૬૦,૦૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. કિ.રૂ.૮૪,૫૪૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી તાલુકા પોલીસને મળેલ ખાનગી બાતમીના અધારે મોરબી-વાંકાનેર હાઈવે રોડ ગુરુકૃપા કોમ્પલેક્ષ ની સામે આવેલ રામદેવ હોટેલ / ઢાબા માંથી આરોપી કાનારામ બાબુલાલ ડારા (ઉ.વ.૨૬) ધંધો-હોટલ, રહે.હાલ-મકનસર, ધર્મમંગલ સોસાયટી, તા.જી.મોરબી, મુળ રહે. બિશ્નોઇ કી ઢાણી, દાતીવાડા, જી. જોધપુર, રાજસ્થાન વાળા ને માદક પદાર્થ મેફેડ્રોનના પાવડર ૬.૦૦ ગ્રામ કિ.રૂ. ૬૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિં.રૂ.૨૦,૦૦૦/- તથા રોકડા રૂ.૩૯૪૦/- તથા બે અલગ-અલગ ડીઝીટલ વજનકાંટા કિં.રૂ.૬૦૦/- તથા મળી કુલ કિ.રૂ.૮૪,૫૪૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ રમેશભાઇ બિશ્નોઇ રહે. ગામ-રાવર, તા.બિલાડા, થાના-કાપેડા, જી.જોધપુર, રાજસ્થાનવાળાનુ નામ ખુલતા પોલીસે બંને ઈસમો વિરૂદ્ધ એન.ડી.પી.સી. એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એચ.ભટ્ટ નાઓ ચલાવી રહેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર