મોરબી વાંકાનેર ને.હા. રોડ પર ટ્રકે હડફેટે લેતા રીક્ષા ચાલક ઈજાગ્રસ્ત
મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર જાંબુડીયા આર.ટી.ઓ કચેરીની સામે રોડ પર ટ્રકે હડફેટે લેતા રીક્ષા ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ અમદાવાદના વતની અને હાલ મોરબીના ત્રાજપર ખારીમા કુબેર સિનેમા પાસે ધાર ઉપર રહેતા કિશનભાઇ દિલીપભાઈ ઠાકોર (ઉ.વ.૨૯) એ આરોપી ડંપર ટ્રક વાહન રજીસ્ટર નંબર -જીજે-૩૨-ટી-૮૬૦૪ ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળો ડંપર ટ્રક રજીસ્ટર નંબર- GJ-32 -T-8604 વાળો પુરઝડપે અને માણસોની જીંદગી જોખમાય તેમ બેદરકારી ભરી રીતે ચલાવી નીકળી ફરીયાદીની કારગો સી.એન.જી રીક્ષા રજીસ્ટર નંબર-GJ-36-W-2785 વાળીને હડફેટે લઈ ટ્રક સાથે ઘસેડાઈને અકસ્માત કરી ફરીયાદીને માથાના ભાગે ગંભીર તેમજ શરીરે મુંઢ ઈજાઓ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.