મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર ટ્રકે બાઇકને હડફેટે લેતા એકનું મોત એક ઇજાગ્રસ્ત
મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે રોડના સર્વીસ રોડ ઉપર ચામુંડા હોટલ પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે એક યુવક ઇજાગ્રસ્ત થયેલ હોય જેથી આ બનાવ અંગે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા જાહીદઅહેમદભાઈ મામદહુશેનભાઈ શેરસીયા (ઉ.વ.૨૨) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર -જીજે-૦૩- ડબલ્યુ -૮૪૩૦ વાળાના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા મોઇનભાઈ મોટરસાઈકલ રજીસ્ટર નંબર-GJ-03 -DQ-1645 વાળામા જતા હતા તે દરમ્યાન આરોપીએ પોતાના હવાલાવાળો ટ્રક રજી.નં– GJ-03-W-8434 વાળો ટ્ર્ક પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી ફરીયાદીના મોટરસાયકલને સામેથી હડફેટે લઈ ફરીયાદીને શરીરે નાની મોટી ઈજાઓ કરી, મોઈનભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું જેથી ભોગબનનાર જાહીદઅહમદભાઈએ આ બનાવ અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપી વિરુદ્ધ આગળ તપાસ હાથ ધરી છે.