મોરબી: યુવાને પોતાના 25 માં જન્મદિવસની ઉજવણી બ્લડ ડોનેટ કરીને કરી
મોરબીમાં યુવાને પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી કિશનભાઇ કલોલા એ પોતાના જન્મદિવસની ઉજવણી બ્લડ ડોનેટ કરીને કરી હતી. હંમેશા સેવા કાર્યમાં અગ્રેસર રહેતી સંસ્થા અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના બ્લડ ડોનેશનના કર્યાથી યુવાનોમાં જન હિતની ભાવના સાથે સેવાકીય પ્રવૃત્તિઓ કરવાની પુષ્કળ પ્રેરણા મળી રહી છે. ત્યારે કિશનભાઇ કલોલા એ પોતાના 25માં જન્મદિનની ઉજવણી અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપની પ્રેરણાથી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેટ કરી ઉજવણી કરી હતી. અને યુવાનોને હંમેશા સેવાની પ્રેરણા આપતા અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો.આ સેવા કાયઁ મા આપનો સાથ અને સહકાર આપવા માટે તમારું નામ અને તમારું બ્લડ ગૃપ લખી ને 72200 53200 પર મેસેજ કરો