Sunday, May 18, 2025

મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી સ્થળાંતરિત આશ્રિતો માટે ફૂડ પેકેટ્સ રવાના

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જિલ્લામાં વિવિધ આશ્રયસ્થાનો ખાતે સ્થળાંતરિત થયેલા લોકો માટે મોરબી કલેકટર કચેરી ખાતેથી જિલ્લાના વિવિધ આશ્રયસ્થાનો ખાતે ફૂડ પેકેટ્સ રવાના કરવામાં આવ્યા હતા.

સંભવિત વાવાઝોડાના પગલે મોરબી જિલ્લામાં દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા ગામ, નીચાણ વિસ્તારમાં આવેલા ગામના લોકો તેમજ મીઠાના અગરમાં અને માછીમારી કરતાં અગરિયાઓ તથા મજૂરોને જિલ્લામાં બનાવવામાં આવેલા આશ્રયસ્થાનો ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.

જિલ્લાના વિવિધ આશ્રયસ્થાનો સ્થળાંતરિત થયેલા લોકોને કોઈ અગવડ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લાની તમામ સામાજિક સંસ્થાઓ પણ જિલ્લા વહીવટી તંત્રને સહકાર આપવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમની નિયમિત આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે અને તેમને જમવા માટેની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારે આ સ્થળાંતરિત થયેલા આશ્રિતોની વ્યવસ્થાના ભાગરૂપે કલેક્ટર ઓફિસ ખાતે આવેલા ફૂડ પેકેટ્સને જિલ્લાના વિવિધ આશ્રયસ્થાનો ખાતે સ્થળાંતરિત થયેલા લોકો માટે રવાના કરવામાં આવ્યા હતા. ઉપરાંત આ સ્થળાંતરિત લોકોને કોઈ પણ અગવડ ન પડે તે માટે પૂરતી તકેદારી જિલ્લા વહીવટી દ્વારા રાખવામાં આવી રહી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર