મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા સાત પીએસઆઇની આંતરીક બદલી કરાઈ
મોરબી: મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા બે દિવસ પહેલા ૨૧ પોલીસ કર્મચારીઓની બદલીનો હુકમ કરાયો હતો ત્યારે આજે ફરી સાત પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે.
મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા સાત પીએસઆઇની આંતરીક બદલી કરવામાં આવી છે જેમાં જેમાં લીવ રિઝર્વમાં રહેલા પીએસઆઈ એમ. પી. ચાવડાને ડીવાયએસપી રીડર પીએસઆઇ, પીએસઆઈ સી.એમ.કરકરને એ ડિવિઝન પીએસઆઇ, એલસીબી પીએસઆઈ કે જે ચૌહાણને એલઆઈબી પીએસઆઇ, ટંકારા પીએસઆઇ એચ.આર.હેરભાને કન્ટ્રોલ રૂમ પીએસઆઈ,લીવ રિઝર્વમાં રહેલા વી.આર.સોનારાને એમઓબી, પીએસઆઈ, એમઓબી પીએસઆઈ જે.સી.ગોહિલને એ ડિવિઝન એટેક રીડર શાખા પીએસઆઈ અને એમ.જે. ધાંધલને ટંકારા પીએસઆઈ તરીકે નીમવામાં આવ્યા છે.