મોરબી ઝોન-૨ ના વોર્ડ નં. ૪ તેમજ ત્રાજપર વિસ્તારમાં ભાજપના ગઢમાં ગાબડું
આમ આદમી પાર્ટી દ્વારા હાલમા સદસ્યતા જોડો અભીયાન તેમજ લોક જાગૃતિ અભિયાન ચલાવવા મા આવી રહ્યું છે એમના ભાગ રૂપે કાલે રાત્રે સામાકાંઠા વિસ્તાર માં વોર્ડ નંબર -૪ તેમજ ત્રાજપર વિસ્તાર માં મીટીંગનું આયોજન કરવા મા આવ્યું હતું.
ત્યારે તે વિસ્તારમાંથી જીલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા તેમજ જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલની આગેવાની મા દીપકભાઈ ગણેસિયા તેમજ તેમના ૫૦ થી વધુ યુવાન મીત્રો આમ આદમી પાર્ટીમા જોડાયા અંને આવનારા સમયમા તમામ વિસ્તાર મા આવીજ રીતે જાગૃતતા અભીયાન ચલાવી મોટી સંખ્યા માં યુવાનોને કામની રાજનીતીમા જોડવામા આવશે.