મોરબીમા સિરામિક એકમોમાં પેટકોકનો વપરાશ ગુપ્ત રોગ જેવો!
પેટકોક દારૂની જેમ જીવન જરૂરિયાત બની ગયો હોઈ તેવો ઘાટ સર્જાયો
ભારત ની સૌથી જટિલ બે સમસ્યા એક વસ્તી વધારો અને બીજું પર્યાવરણ, મોરબીને ભૂતકાળમા કોલગેસ મા આભે તારા દેખાડી દેનાર અમુક સિરામિક વાળા હાલ ખાનગી રીતે પેટકોક નો વપરાશ કરી રહ્યા છે.
NGT ની ગાઇડલાઇન્સ મુજબ પેટકોક નું ગેરકાયદેસર હોવા છતાં બે રોક ટોક વપરાસ થઈ રહ્યો છે. જેમ દારૂ બંધી હોવા છતાં ખુલ્લે આમ દારૂ વહેંચાઈ અને પીવાઈ રહ્યો છે તેમ પેટકોક પણ વહેંચાઈ રહ્યો છે. અને દારૂની હોમ ડીલેવરી મળે તેમ પેટકોક ની ફેક્ટરી ડીલેવરી આરામથી મળી રહી છે. જેમ દારૂડિયાને દારૂનું વ્યસન હોય અને તે પીવા મજબૂર હોય તેમ સીરામીક પણ મંદીના અજગર ભરડામાં છે. જેમાં ટકી રહેવા પેટકોક વાપરવો ફરજિયાત બની ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે.
હાલ 80 થી વધુ સિરામિક એકમોમાં ઉદ્યોગકારો પેટકોક નો વપરાશ કરી રહ્યા છે,GPCB દ્વારા નવા અધિકારી આવતા જ 8 થી વધુ એકમો ને પેટકોક વાપરતા રંગે હાથ ઝડપ્યા છે જેનો રિપોર્ટ ગાંધીનગર કરતા તોતિંગ EDC સાથે ક્લોઝર ઓર્ડર ના ભણકારા વાગી રહ્યા છે.
GPCB ની આ કાર્યવાહી ફકત નવા આવેલા અધિકારીના હપ્તા સેટ માટે કરવામાં આવી હોઈ એવું લાગી રહ્યું છે, કેમ કે ભૂતકાળ માં સ્થાનિક GPCB દ્વારા ખુલ્લેઆમ પેટકોક વાપરતો તેમ છતાં કાર્યવાહી થઈ નથી ત્યારે બે ચાર નાની પાછલી ને પકડીને અધિકારીએ કાયદાનો ડંડો પછાડ્યો છે જેથી ડરી ને ટેબલ નીચેનો વહીવટ થઈ જાય ખરેખર જો પેટકોક બંધ કરાવવો હોઈ તો જે જગ્યાએ થી આ પેટકોક આવે છે ત્યાં અને કરોડોના પેટકોકના ઢગલા પડ્યા છે તેને પકડો જેથી ન તો વાંસ રહેશે ન વાંસળી વાગે
સિરામિક એકમોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે GPCB ની આ કાર્યવાહી પેટકોક વહેંચતા દલાલો ની અંદરો અંદર ની લડાઈ નું પરિણામ છે, જો આવી જ રીતે પેટકોક વપરાશ ચાલુ રહેશે તો મોરબી ફરી એકવાર પ્રદૂષણ ના ભરડા માં આવશે અને સિલિકોસીસ ના દર્દીઓ સતત વધતા રહેશે.
GPCB ની આ કાર્યવાહી ફકત અમુક નાના એકમો ઉપર જ કરવામાં આવી કેમ કે સિરામિક એસોસિએશન જાણે જ છે કે કેટલા લોકો પેટકોક વાપરે છે પણ હાલ દબાયેલ એસોસિએશન ધૃતરાષ્ટ્ર ની જેમ આંખે પટ્ટી બાંધી લે છે. કેમ કે અગાઉ સીરામીક એસોસિએશન દ્વારા ટીમ બનાવી તપાસના નાટક કરવામાં આવ્યા હતા.
અગાઉ SMC પણ હાથ અજમાવી ચુકી છે. પેટકોક મોરબીમાં આવતા હજુ રોકી શકી નથી ત્યારે હવે નવા વા આવેલા GPCB ના અધિકારી કઈ રીતે ની કામગીરી કરે છે અને પેટકોક કોલસાના દુષણ ને નાથી શકે છે કેમ?