મોરબીમાં સંતાન નહીં થતા મહિલાનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ રામધન આશ્રમ સામે નિલમબાગ સોસાયટી રામેશ્વર એપાર્ટમેન્ટ બ્લોક નં -૩૦૧ માં રહેતી મહિલાને લગ્નનો ૧૭ વર્ષ જેટલો સમય થવા છતાં સંતાન નહી થતા મનમાં લાગી આવતા મહિલાએ ગળેફાંસો ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ રામધન આશ્રમ સામે નિલમબાગ સોસાયટી રામેશ્વર એપાર્ટમેન્ટ બ્લોક નં -૩૦૧ માં રહેતા અલ્પાબેન સુરેશભાઈ ઘનાણી ઉ.વ.૩૬વાળાને લગ્નનો ૧૭ વર્ષ જેટલો સમય થવા છતાં સંતાન નહી થવાના કારણે મનમાં લાગી આવતા પોતાની જાતે ગળેફાંસો ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.