મોરબીમાં મધુરમ ફાઉન્ડેશન, તથા ભારત વિકાસ પરિષદ મોરબી શાખા તેમજ ગાયત્રી કેન્દ્ર મોરબી દ્વારા આગામી તારીખ ૦૩/૦૯/૨૦૨૫ ને બુધવારના રોજ સાંજના ૦૪:૦૦ થી ૦૭:૦૦ કલાકે સંસ્કાર બ્લડ બેન્ક શનાળા રોડ નવા બસ સ્ટોપ પાસે, જીઆઇડીસી મોરબી ખાતે ” આયુર્વેદનો જીવેમ: શરદ: શતમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં નિઃશુલ્ક રજીસ્ટ્રેશન અનિવાર્ય છે. (આપેલ નંબર કે કયું આર કોડ પર રજીસ્ટ્રેશન કરવું)
જેમાં શરદ ઋતુમાં થવાવાળા રોગો તેમજ તેનાથી બચવા આહાર, વિહારનું વર્ણન કરવામાં આવશે.
વેદોમાં સો વર્ષ જીવો તેવા નહિ, પરંતુ સો શરદ જીવો તેવા આશીર્વાદ આપવામાં આવ્યા છે. કારણ કે, શરદ ઋતુમાં જીવન સૌથી વધારે કઠિન છે. તેનું કારણ શરદ ઋતુમાં સ્વસ્થ વ્યક્તિને પણ રોગો થવાની અને રોગી વ્યક્તિને રોગ વધવાની તેમજ અસાધ્ય રોગોથી પીડિત વ્યક્તિઓને મૃત્યુ થવાની સંભાવના ખૂબ વધે છે. તેથી આયુર્વેદના ગ્રંથોમાં કહેવાયું છે કે, “રોગણાં શારદી માતા” એટ્લે કે રોગોની માતા શરદ ઋતુ છે.
આ શરદ ઋતુ એટ્લે ભાદરવો અને આસો મહિનો. આ બે મહિનાને શરદ ઋતુ કહેવામાં આવે છે. આ ઋતુમાં પ્રકૃતિ પ્રમાણે પિત્તનો પ્રકોપ થાય છે. તેથી કહેવાયું છે કે “શરદ પિત્ત પ્રકૃપ્યતિ” શરદ ઋતુમાં પિત્તનો પ્રકોપ થવાથી એસિડિટી, ચામડીના રોગો, પાચનતંત્રની સમસ્યા બહેનોને માસિક સંબંધિત સમસ્યાઓ થાય છે, ત્યારે અનેક રોગો થયા પછી તેનો પ્રતિકાર કરવો ખૂબ જ અઘરો છે, તેથી તેનાથી બચવામાં જ સાર છે, ડહાપણ છે.
શરદ ઋતુમાં પિત્તના રોગો થી બચવા શું કરવું? શું ખાવું? શું ધ્યાન રાખવું? ખાટાં-ખારા પદાર્થો ન ખાવા, શરદ ઋતુમાં પાણીનું પણ ખાસ ધાયન રાખવું કેમકે આ ઋતુમાં પાણીજન્ય રોગો પણ થાય છે, તેથી પાણી કેવું પીવું? કેટલું પીવું? શરદ ઋતુમાં દરરોજ કેવા નિર્દિશ ઔષધો લેવા? ઘરગથ્થુ મસાલાનો ઉપયોગ કેવી રીતે કરવો? બહેનોને માસિક સંબંધિત સમસ્યાઓથી બચવા શું કરવું? રક્ત વિકારો એટ્લે લોહીના બગાડથી થવાવાળા રોગોથી બચવા શું કરવું?
આ બધી જ જાણકારી આ આયુર્વેદના સેમિનારમાં આપવામાં આવશે, આ આયુર્વેદના સેમિનારમાં આપવામાં આવશે. આ સેમિનારથી ઋતુચર્યાનું જ્ઞાન થવાથી આપણે અનેક રોગોથી બચી જશું તેમજ, બીજાને પણ અનેક રોગોથી બચાવી શકીશું. તો ચાલો નિરોગી થવાની શરૂઆત કરીએ ગુરુકુલમ્ ને સંગ.
આ કાર્યક્રમમાં આયુર્વેદના ક્ષેત્રમાં 50 થી વધારે સંશોધનોનું કાર્ય કરતી તેમજ આયુર્વેદમાં અનેક એવોર્ડ પ્રાપ્ત કરેલ “સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્” સંસ્થાના સંચાલક વૈદ્ય મેહુલભાઈ આચાર્યજી દ્વારા શરદ ઋતુમાં થવાવાળા રોગો વિશે તેમજ ટન-મનને સ્વસ્થ રાખવા માટે ઋષિમુનિઓએ જણાવેલ આયુર્વેદના સિદ્ધાંતોની છણાવટ કરવામાં આવશે.
આપે કલ્પ્યું પણ ના હોય તેવું આયુર્વેદનું જ્ઞાન આ કાર્યક્રમમાં આપવામાં આવશે, તો આપના પૂરા પરિવાર સાથે ખાસ આ કાર્યક્રમમાં પધારો. આ કાર્યક્રમમાં નિ: શુલ્ક રજીસ્ટ્રેશન કરવા માટે 96649 11182 / 8140140014 પર કોલ કરવો.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા ભારત ભરની 5 લાખ શાળાઓની સાથે સાથે ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં "આપણી શાળા- આપણું સ્વાભિમાન" નો સંકલ્પ લેવાની અનોખી અને ઉત્તમ પહેલ કરવામાં આવેલ છે, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સંયુક્ત રીતે શાળા તીર્થભૂમિ બને એ માટે સંકલ્પ લેવામાં આવ્યો.
આ સંકલ્પ માત્ર શબ્દો પૂરતો...
મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામે કેરાળા હરીપર નદીના પટમાં બેફામ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે જે ખનીજ ચોરી બંધ કરવા કેરાળા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મોરબી ખાણ ખનીજ વિભાગને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
રજૂઆતમાં જણાવ્યું હતું કે મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામમા ખનીજ માફિયાઓ દ્વારા કેરાળા હરીપર...
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ રામધન આશ્રમ સામે નિલમબાગ સોસાયટી રામેશ્વર એપાર્ટમેન્ટ બ્લોક નં -૩૦૧ માં રહેતી મહિલાને લગ્નનો ૧૭ વર્ષ જેટલો સમય થવા છતાં સંતાન નહી થતા મનમાં લાગી આવતા મહિલાએ ગળેફાંસો ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ રામધન આશ્રમ સામે નિલમબાગ સોસાયટી...