Monday, September 9, 2024

મોરબીમાં એક્સિડન્ટ ઘટાડવાના શુભ આશયથી 1100 ગૌવંશોને ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના વિવિધ બાયપાસ હાઇવે પર છેલ્લા ઘણા સમયથી વાહન અકસ્માતની ઘટનાઓ સામે આવે છે જેમાં ગૌવંશ રસ્તા પર હોઈ જે રાત્રે અંધારામાં નજરમાંનો આવવાનાં કારણે ગંભીર અકસ્માત સર્જાતા હોય છે જેમાં ગૌવંશ પણ ઘાયલ થાય છે અને રાહદારીઓ પણ ઘાયલ થાય છે અને અમુક કિસ્સાઓમાં મૃત્યુ પણ થતું હોય છે.

મોરબીના ગૌ સેવકો દ્વારા પ્રથમ તબક્કામાં ૧૧૦૦ ગૌવંશ અને અબોલ પશુઓ કે જે હાઇવે પર અથવા હાઇવે આપસાસની સોસાયટી વિસ્તારમાં હોઈ તેવા ગૌવંશને ગોતી ગોતીને તેમના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા હતા જેથી રાત્રીના અંધારામાં દૂર થી જ વાહન ચાલકને ખબર પડે કે આગળ કઈક છે એટલે તેઓ સંભાળીને વાહન ચલાવે જેથી કોઈ ગંભીર અકસ્માત થતાં અટકે જેથી વાહન ચાલક અને ગૌવંશ બંને ઘાયલ થતાં બચે અને જીવ પણ ગુમાવવોનો પડે ત્યારે મોરબીના શનાળા થી ટંકારા સુધી , શનાળા થી કંડલા બાયપાસ સુધી, માળિયા ફાટક થી ઢુવા સુધી, જૂના ઘૂંટુ રોડ પર, મહેન્દ્ર નગર ચોકડી થી ઘૂંટુ ગામ સુધી અને હાઇવે નજીક હોઈ તેવી સોસાયટીમાં રહેલ ગૌવંશના ગળા માં રેડિયમ બેલ્ટ બાંધવાની કામગીરી આ પ્રથમ તબક્કામાં કરવામાં આવી હતી આગામી સમયમાં મોરબી તથા આસપાસમાં તમામ વિસ્તારમાં આ અભિયાન વેગવંતુ બનાવવાનો સંકલ્પ મોરબીના સેવાભાવી યુવાનો દ્વારા લેવામાં આવ્યો હતો.

ત્યારે પ્રતિ દિન હજારોની સંખ્યા માં વાહનો આ હાઇવે પર થી પસાર થતા હોય છે ત્યારે આ રેડિયમ બેલ્ટ બાંધવાની જુંબેસ થકી આવનારા સમયમાં વાહન અકસ્માતની ઘટનાઓ ઓછી બનશે અને કોઈ અબોલ જીવ કે માનવ જિંદગી બચી શક્શે ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે આખો દિવસ પોતાના કામ કાજમાં રોકાયેલ યુવાનો રાત્રીના સમયે પણ આ ભગીરથ સેવા કાર્યમાં જોડાયા હતા અને આ રેડિયમ બેલ્ટ બાંધવાની પ્રક્રિયામાં અન્ય કોઈને પણ અડચણ નો ઊભી થાય તેની તકેદારી રાખી મોડી રાત્રિ સુધી આ અભિયાન નિઃસ્વાર્થ ભાવે ચલાવનાર તમામ ગૌ સેવકોને શહેર તથા આસપાસના વિસ્તારના લોકો બિરદાવી રહ્યા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર