Wednesday, May 1, 2024

મોરબીમાં આધેડને બે શખ્સોએ માર માર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબીમાં પોલીસ પાસે ખોચરાઈ કરવાની બાબતે આધેડ સાથે આરોપીએ બોલાચાલી કરી ગાળો આપી આધેડને બે શખ્સોએ લાતો ઢીંકા-પાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનારે આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી રવાપર ઘુનડા રોડ ઓમકાર હાઈટસ મ.નં-૩૦૩ ત્રીજા માળે રહેતા નિપુલભાઈ પ્રવિણભાઇ ઓઝા (ઉ.વ.૫૨) એ આરોપી રઘોમેરજા રહે. રવાપર રેસીડેન્સી રવાપર ઘુનડા રોડ તા.જી. મોરબી તથા નવીનભાઇ રહે. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૭-૦૪-૨૦૨૪ ના રોજ બપોરના સવા બેએક વાગ્યાના અરસામાં આરોપી રઘાએ ફરીયાદીને કે કેમ મારી પોલીસ પાસે ખોચરાઈ કરવાની બાબતે ફરીયાદી સાથે બોલાચાલી કરી ગાળો ભુંડા બોલી લાતોઢીંકા-પાટુનો માર મારી ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી તથા આરોપી નવીનભાઇએ પણ આરોપી રઘાનુ ઉપરાણુ લઈ ફરીયાદી સાથે બોલાચાલી કરી ગાળો ભુંડા બોલી લાતો ઢીંકા-પાટુનો માર મારીશરીરે મૂઢ ઇજા કરી હતી જેથી ભોગ બનનાર નિપુલભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર