ટંકારાના કલ્યાણ પર ગામે જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

ટંકારા : ટંકારા તાલુકાના કલ્યાણ પર ગામે દીલાભાઈ સંધીના મકાન પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના કલ્યાણ પર ગામે દીલાભાઈ સંધીના મકાન પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો દીલાવરભાઇ મુસાભાઇ ભાણુ ઉ.વ. ૫૫ રહે. કલ્યાણપર તા.ટંકારા, મુકેશભાઇ જીવારાજભાઇ પરમાર, ઉ.વ.૪૩ રહે. કલ્યાણપર તા.ટંકારા, મુકેશભાઇ કાળુભાઇ મીયાત્રા ઉ.વ.૪૦ રહે. ટંકારા ઉગમણાનાકા તા.ટંકારા, વેલજીભાઇ હંસરાજભાઇ સવસાણી ઉ.વ.૫૦ ધંધો ખેતી રહે.કલ્યાણપર તા. ટંકારાવાળાને રોકડ રકમ રૂ. ૧૨૭૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીઓને ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img