મોરબીમાં ભુંભરની વાડી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ ઝડપથી ઉપલબ્ધ કરવા કમીશ્નરને રજુઆત
મોરબી શહેરમાં ભૂંભરની વાડી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે પાણી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ, રોડ-રસ્તાઓ, સફાઈ, ઘરવેરો તેમજ અન્ય પ્રશ્નો બાબતે રહિશો દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર પાઠવી ઝડપથી તમાંમ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરવામા આવી છે.
આવેદનપત્રમા રહિશો દ્વારા જણાવવામાં આવ્યું છે કે મોરબી શહેરના ગીતા ઓઇલ મીલની બાજુમાં પંચાસર રોડ ઉપર આવેલ ભૂંભરની વાડી વિસ્તારમાં તરીકે ઓળખાય છે અરજદારો બધા ખેડૂતો જુદા જુદા સર્વે નંબર વાળી ખેતીની જમીનનો ઉતરોતર વારસદારોની રુએ વર્ષોથી વાડી વિસ્તારમાં રહીએ છીએ આ વાડી વિસ્તારમાં આશરે 70 કુટુંબો એટલે કે 350 થી વધારે લોકો વસવાટ કરે છે ભૂંભરની વાડી વિસ્તારની પ્રાથમિક સુવિધાઓ જેવી કે પાણી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ, રોડ-રસ્તાઓ, સફાઈ, ઘરવેરો તેમજ અન્ય પ્રશ્નો બાબતે મોરબી મહાનગરપાલિકાના કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમના દ્રારા મહતમ કામ ઝડપથી થાય તે માટે તત્કાલ હાથ ધરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.
1. પાણીની જ્યુડિસી પાઇપ લાઇન બાકી છે તે નાખવામાં આવે
2. અમુક થાંભલા પર સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવેલ નથી અને જે થાંભલા પર સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવેલ છે તે પણ અમુક ચાલુ હાલતમાં છે અને અમુક બંધ હાલતમાં છે તે નાખવામાં આવે.
3. ભૂગર્ભ ગટર છલકાઈ જાય છે અને ગટરમાંથી ગંદુ પાણી બહાર નીકળે છે જે ગંદા પાણીને લીધે લોકોના આરોગ્ય પર વિપરીત અસર થાય છે જે ભૂગર્ભ ગટર ની સફાઈ નિયમિત કરવામાં આવે.
4. ત્રણથી ચાર વાર અધિકારીઓશ્રી દ્વારા સર્વે કરવા માટે આવેલ પરંતુ હજુ સુધી કોઈ રોડ રસ્તાઓ બનાવવામાં આવેલ નથી.
5. મહાનગરપાલિકા દ્વારા હવે પછી વાડી વિસ્તારમાં ફરીથી આકરણી કરીને સુવિધા આપવામાં આવે તો અમો બધા સુવિધા બાદ ઘરવેરો ભરવા માટે સહમંત છીએ.
6. સફાઈ મહાનગરપાલિકા દ્વારા છે કચરા ભેગા કરવા માટે જે ટ્રેક્ટર મોકલવામાં આવે છે તે પણ વાડી વિસ્તારમાં આવતા નથી તો તે પણ ચાલુ કરવામાં આવે.
આ તમામ પ્રાથમિક સુવિધાઓ ધ્યાને લઇ મોરબી મહાનગરપાલિકા દ્વારા વહેલામાં વહેલી તકે સુવિધાઓ આપવામાં આવે એવી વાડી વિસ્તારના રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે.